Cli

હોઠની 26મી વાર સર્જરી કરાવીને યુવતીએ દુનિયાના સૌથી મોટા હોઠ બનાવ્યા સુંદર દેખાવા માટે હોઠ પાછળ કરે છે લાખોનો ખર્ચો…

Ajab-Gajab

અત્યારના જમાનામાં લોકો ખુદને સુંદર દેખાડવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે ક્યારે પ્લાસ્ટિક સર્જરી તો ક્યારેક સેપ પણ કરાવતા હોય છે ભગવાને જે રૂપ આપ્યું છે તેનાથી સંતોષ નથી રાખતા પરંતુ ખુદને વધુ સુંદર દેખાડવા માટે ઘણા ગાંડપણ કરતા હોય છે તેવામાં ક્યારે લેવાના દેવા પણ થઈ જતા હોય છે

એવુજ એક આ યુવતી ઉપર ભૂત સવાર છે જેઓ બલ્ગેરિયાની રહેવાસી છે યુવતીને આમ તો હોઠ તમામની જેમ સામાન્ય હતા પરંતુ દુનિયાના સૌથી મોટા હોઠ દેખાડવા માટે યુવતીએ ઘણીવાર હોઠની સર્જરી કરાવી ચુકી છે પરંતુ હજુ સુધી આ યુવતીને મનથી સંતોશ નથી એટલે તે ક્રિસમસ પહેલા ફરીથી એકવાર હોઠની સર્જરી કરાવશે.

એક રિપોર્ટ મુજબ આ 24 વર્ષીય યુવતી એન્ડ્રિયા કહે છે તેના આ હોઠ દુનિયાના સૌથી મોટા હોઠ છે યુવતની ઈચ્છા હતીકે તે બાર્બી ડોલ જેવી દેખાય જેને કારણે તેણે ટોટલ 26 વાર હોઠની સર્જરી કરાવીને હોઠ વધાર્યા છે તેણે પોતાના હોઠ મોટા કરાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે જેના હોઠ અત્યારે દુનિયાના સૌથી મોટા હોઠ બની ગયા છે.

એન્ડ્રિયા હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે તેના ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોવર પણ છે તેના ફેન તેનો જુસ્સો પણ વધારતા હોય છે પરંતુ એન્ડ્રિયાના હોઠ વધુ પડતા વધી ગયા હોવાથી ફેન હવે સર્જરી ન કરાવવાની પણ સલાહ આપે છે અહીં આ યુવતીના દુનિયાના સૌથી મોટા હોઠ છે અને હવે તે ફરીથી 27મી વાર સર્જરી કરાવીને હોઠ મોટા કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *