એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના ખેડા જિલ્લાના ખાપડવંચ તાલુકાના વંઝરિયા ગામ હરીશ પરમાર જેની ઉંમર 25 વર્ષની હતી દેશની સેવા કરતી વખતે અને જમ્મુકશ્મીર વિસ્તારમાં આ!તંકવા!દીઓ સાથે લડતા લડતા શહીદ થયા છે જ્યારે ગ્રામજનોને સૈનિકના શહીદ થવાના સમાચાર મળ્યા ત્યારે આખું ગામ આઘાતમાં હતું કારણ કે એક યુવાન સૈનિક જમ્મુમાં દેશ માટે શહીદ થયો હતો.
ખેડૂત બાળક હરીશ ભાઈનું નાનપણથી જ સેનામાં જોડાવાનું અને રાષ્ટ્રની સેવા કરવાનું સપનું હતું અને તેઓને તેમની કોલેજના પહેલા વર્ષ દરમ્યાન જ સેનામાં જોડાવવાની નોકરી મળી અને ત્યારબાદ તેઓ દેશની સેવા કરવા માટે સેનામાં જોડાયા વર્ષ 2016માં હરીશ ભાઈ પરમાર ભારતીય સેનામાં જોડાયા અને તે સમયે તેમને આસામમાં પ્રથમ સ્થળ-નિમણૂક થઈ અને તે પછી તેઓ જમ્મુમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા.
રાધેભાઈ પરમાર વણઝારિયા ગામમાં રહેતા હતા અને તેઓને બે પુત્ર હતા જેમાં મોટા ભાઈ હરીશ ભાઈ પરમાર ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને નાનો ભાઈ સુનીલ પરમાર અભ્યાસ પૂર્ણ કરી રહ્યો છે અને સંબંધીઓ સાથે આખું ગામ હરીશ ભાઈ પરમારના અંતિમ સંસ્કારમાં જોડાયું હતું અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
છેવટે તેમની ઈચ્છા તો હશે જ કે ભલે મારો જીવ જતો રહે પણ છેલ્લી વાર મારા ઘરની મુલાકાત થઈ જાય તો કેટલું સારું દરેક જવાનની પહેલી ઈચ્છા હોય છે કે તેનો જીવ દેશની સેવા કરતાં કરતાં નીકળે અને બીજી ઈચ્છા હોય છે કે જ્યારે તેનો જિવ નીકળતો હોય ત્યારે એના ચહેરા પણ ખુશી હોય.
જ્યારે આપણાં જેવા નોર્મલ માણસની એક ઈચ્છા હોય છે કે જ્યારે તે આ દુનિયાને અલવિદા કહે ત્યારે તેના પરિવારના સભ્યો તેની સાથે હોય અને પરિવારની સામે તે આ દુનિયાને અલવિદા કરે શહિદ હરીશભાઇ જોડે પોતાનો પરિવાર ન હતો અને તેમની આ છેલ્લી ઈચ્છા પૂરી ન થઈ શકી કે તે પણ પોતાના પરિવાર સાથે રહીને દુનિયાને અલવિદા કહે.