Cli

ગુજરાતી સિંગર દેવ પગલી અને જીગર ઠાકોર નું ચાંદ વાલા મુખડા સોંગે દેશભરમાં ધૂમ મચાવી અક્ષય કુમારને પણ પાછળ છોડ્યો…

Bollywood/Entertainment Breaking

અત્યારે સોસીયલ મીડિયામાં એક ગીત જબરજસ્ત વાઇરલ થઈ રહ્યું છે ચાંદ વાલા મુખડા લેકે ચાલોના બજાર મે ગીતને ગુજરાતના જાણીતા સિંગર દેવ પગલી અને બાળ કલાકાર જીગર ઠાકોરે દ્વારા ગાવામાં આવેલ છે ગીત અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલમાં તમામ રેકોર્ડ તોડી ચૂક્યું છે જેણે હિન્દી કલાકારોને પણ હંફાવ્યા છે.

ગુજરાતી સિંગર દ્વારા હિંદી માં ગાયેલ ગીત અત્યારે દેશભરમાં જબરજસ્ત ધૂમ મચાવી રહ્યું છે દેવ પગલી અને જીગર ઠાકોરની આ જોડીએ બોલીવુડના મોટા સ્ટાર અક્ષય કુમાર અને બાદશાહને ઇન્સ્ટાગ્રામ રીલમાં પાછળ છોડી દીધા છે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ચાંદ વાલા મુખડા સૌથી વધુ રીલ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અત્યાર સુધી આ ગીતની 47 લાખથી વધુ રીલ્સ બની છે જયારે સામે બાદશાહનું ગીત બચપન કા પ્યાર 5 લાખ 85 હજાર રીલ્સ બની છે જ્યારે અક્ષય કુમારનું ટ્રેન્ડિંગ ગીત એક બાત બતાઓ યાદૉમે મરતે હો જેની માત્ર 2 લાખ જેવી રીલ્સ બનીછે આ ગીત યુટુબમાં પણ અત્યાર સુધી 45 મિલીન વ્યુ મળ્યા છે આ ગુજરાતી જોડીએ દેશમાં અલગ ઓળખ બનાવી છે.

દેવ પગલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બાળ કલાકાર જીગર ઠાકોર સાથે આ ગીત વાઇરલ થયા બાદ અત્યારે બોલીવુડ અને સાઉથની ઘણી ઓફર આવી છે વધુ કહ્યું હતું કે અમે પહેલા એક લાખ સુધીની અમારી ફી હતી પરંતુ ગીત વાઇરલ થયા બાદ અત્યારે 25 થી 30 લાખ ફી કરી દીધી છે ખરેખર ગુજરાતનું ગૌરવ કહેવાય જેમણે દેશભરમાં ડંકો વગાડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *