Cli

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ શરૂ , કયા જિલ્લાઓમાં એલર્ટ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં સવારથી તમને ભારે પવન અને એ વાદળછાયા વાતાવરણનો અહેસાસ પણ થતો હશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કચ્છમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આગામી ત્રણ દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે 19 તારીખ એ ભયંકર વરસાદનો દિવસ એટલે કે હવામાન વિભાગની આગાહી જોઈએ

તો 19 તારીખે ભારે વરસાદની આગાહી હતી અને એટલે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને ભીંડી શું કહે છે એ બંને જોઈએ આપણે ભીંડીમાં જોઈએ તો તમે જુઓ કે સિસ્ટમ એકદમ નજીક આવી સિસ્ટમ જ્યારે નજીક આવે છે ત્યારે એની અસર સાંજ સુધીમાં કચ્છના આખા વિસ્તારને સિસ્ટમ કવર કરશે સાથે જ આ દરિયાકાંઠાનો એટલે જામનગરથી લઈને આ બાજુ વેરાવડ સુધીનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એને કવર કરશે એટલે એ સિસ્ટમની ની અસર જે પાકિસ્તાન તરફથી સિસ્ટમ આવી રહી હતી પાકિસ્તાનમાં પણ એની સૌથી વધારે અસર થવાની છે રાજસ્થાન સુધી એની અસર થવાની છે અને સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે કચ્છ ઉપરથી એ પસાર થશે કચ્છ પરથી પસાર થઈને ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી જવાની છે પણ જ્યારે કચ્છ પરથી પસાર થશે ત્યારે તમે જુઓ કે એની તીવ્રતા કેટલી વધારે છે આજે તમે જુઓ કે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અને એ પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે

આ સિસ્ટમ પ્રોપર કચ્છ પર પહોંચશે એના પછી આ દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર થશે અને આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ પડે એવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં થોડો ઓછો વરસાદ પડશે પણ કાલે ઉત્તર ગુજરાતનો વારો છે કારણ કે સિસ્ટમ આગળ વધશે ત્યારે ઉત્તર ગુજરાતને એની અસરો થશે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વડોદરા થી લઈને આણંદ અરવલ્લી છોટાઉદેપુર નર્મદા આ બધા વિસ્તારોને પણ અસર થવાની છે બે ત્રણ વાગ્યા સુધીમાં સ્થિતિ રહેવાની છે સાંજ પડતાં સુધીમાં દક્ષિણ ગુજરાતને પણ એની અસર થશે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી જશે તીવ્રતા થોડી ઓછી થઈ જશે એટલે સિસ્ટમ આગળ વધશે એના પછી ઉત્તર ગુજરાતને અસરો થતી દેખાશે એકવાર સિસ્ટમ પસાર થઈ જાય એના પછી પણ જે ભેજવાળા વાદળો હોય એના કારણે છૂટો છવાયો વરસાદ પડતો હોય છે

અને એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કે ભેજવાળા વાદળોને કારણે છૂટો છવાયો વરસાદ પડશે ગુજરાતમાં 20 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે 21 તારીખથી ક્યાંય વરસાદ નથી દેખાતો સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરથી પસાર થઈ રહ્યા છે એટલે ઉપરના બધા જ પ્રદેશોમાં મનાલી લે લદ્દાખ આ બધી જ જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. ગુજરાતમાં એ હિમ વર્ષાને કારણે વરસાદ અને જે સિસ્ટમો પસાર થાય છે એના કારણે વરસાદ પડવાની સંભાવના છે હજુ ગુજરાતમાં આ માર્ચ મહિનાનું એક જ માવઠું નથી એના પછી પણ માર્ચ પૂર્ણ થશે એટલે 27 28 તારીખની આસપાસ પણ એક માવઠું આવે એવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતનું એવું કહેવું છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો પસાર થઈ રહી છે એટલે પડી રહ્યું છે ગુજરાતમાં ચોમાસુ સમયસર બેસવાનું છે અને સાથે એની વચ્ચે એક ચક્રવાત આવે એટલે એક વાવાજોડું પણ બને એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

હજુ એ લાંબી સંભાવનાઓ છે વેધરમાં એવું હોય કે દર 24 કલાકે બધું જ બદલાઈ જતું હોય દર બે કલાકે પણ બદલાતું હોય પણ મેજર જે આગાહી કરવામાં આવે એ આગાહીઓ 24 કલાકમાં ઘણી બધી બદલાઈ જતી હોય છે અત્યારે આપણે જોઈએ કે દુનિયાભરમાં જે સ્થિતિ છે એટલે યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પોલ્યુશન એના કારણે જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરી રહ્યા છીએ સૌથી વધારે ભોગવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે અને અત્યારે પણ કરા સાથે ગઈકાલે જામનગરના લાલપુરમાં વરસાદ પડ્યો એ લાલપુર ગામમાં કરા સાથે વરસાદ પડ્યો તો ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એવા જ બહુ જ બધા ખેડૂતો સૌરાષ્ટ્રના છે જે આ માવઠા પછી પણ એમને ઘણું નુકસાન થવાનું છે એટલે અંતે તો જ્યારે ખેડૂતનો વારો આવે એટલે અંતે કંઈ પણ ચાલતું હોય દુનિયામાં ભોગવવાનું ખેડૂતને આવતું હોય છે અને અત્યારે ખેડૂતની પરિસ્થિતિ પણ એવી જ છે ગુજરાતમાં ત્રણ દિવસના વરસાદની આગાહી છે કોઈ પણ નવી અપડેટ આવશે તો તમારા સુધી પહોંચાડી દેશું અત્યારે આ વિડીયો બસ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *