15 જૂન 2001 આ દિવસે બોલીવુંડની એક મોટી ફિલ્મ રિલીઝ થઈ હતી જે ફિલ્મનું નામ હતું ગદ્દર એક પ્રેમ કથા આ ફિલ્મના લીડ હીરો શનિ દેઓલ હતા એમણે એમના ફિલ્મી સફર દરમિયાન એકથી એક સુપર હિટ ફિલ્મો આપી છે પરંતુ ગદ્દર ફિલ્મ એવી છે જેની ખુમારી આજ પણ જોવા મળે છે આને ધ્યાનમાં રાખીને ફિલ્મનો બીજો ભાગ બનાવવાનું નિર્દેશકોએ નક્કી કર્યું છે.
ગદ્દરનો બીજો ભાગ પણ હવે જોવા મળશે જેનું પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યું છે જાણકારી માટે જણાવી દઈએ કે ગદર ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા હતા આ ફિલ્મ એ સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી આ ફિલ્મની સકસસફૂલ પાકિસ્તાન સુધી સંભળાઈ હતી અને આ ફિલ્મ પાકિસાનમાં બેન પણ કરવામાં આવી હતી.
ગદ્દર ફિલ્મને ચાહવા વાળા માટે હવે ખુશીના સમાચાર છે ફિલ્મ નિર્દેશકોએ સમય વિતાવ્યા વગર હવે ગદ્દર ફિલ્મનો બીજો ભાગ બનવાનું નક્કી કર્યું છે આવનારા મહિનામાંજ કદાચ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે ગદ્દર ફિલ્મ કેવી હશે એની ચર્ચાઓ લોકો અત્યારથી કરવા લાગ્યા છે આ ફિલ્મની જાહેરાત શનિ દેઓલે દશેરાના દિવસે કરી હતી.
ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટર સેર કરતા શનિ દેઓલે જણાવ્યું હતું કે ગદ્દર ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થશે સાથે વધુમાં લખ્યું હતું કે સતત બે દસકાથી આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા તે હવે પુરી થશે જેનું પોસ્ટર પણ ઇન્સ્ટાગ્રામમાં સેર કરવામાં આવ્યું હતું આ સમાચાર મળતાજ ગદ્દર ફિલ્મના ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે.
હવે તમે પણ વિચારી રહ્યા હશો કે જૂની ગદ્દર ફિલ્મમાં તો શનિ દેઓલ અમિષા પટેલ અને અમરીશ પુરી જેવા મોટા કલાકાર હતા હવે ફિલ્મમાં તમને થોડું નવું જોવા મળશે આ ફિલ્મમાં શનિ દેઓલ સાથે અમિષા પટેલ અને ઉત્ક્સર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ઉત્ક્સર્ષ જે ગદ્દરમાં શનિ દેઓલના પુત્ર બન્યા હતા અસલ જિંદગીમાં નિર્દેશક અનિલ શર્માના પુત્ર છે.