સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે પૈસા આવતા જ વ્યક્તિના દુશ્મનો પણ તેના દોસ્ત બનવા ઇચ્છતા હોય છે. તેની સાથે સારાસરી રાખવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક આ પરિસ્થતિ ઊંધી પણ જોવા મળે છે. ક્યારેક વ્યક્તિ પાસે પૈસા આવતા તેના દોસ્ત પણ ઇર્ષાને કારણે તેના દુશ્મન બની જતા હોય છે હાલમાં સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ સાથે પણ કંઇક આવું જ જોવા મળી રહ્યું છે.
સુરતની શ્રીરામક્રિષ્ણા એક્સપોર્ટસ (SRK)ના માલિક ગોવિંદભાઇ ધોળકીયાને તો તમ જાણતા જ હશો. માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં ડાયમંડ માં કામ કરવાની શરૂઆત કરનાર ગોવિંદભાઈ ધોળકિયા નું હાલમાં ભારતભરમાં ખૂબ જ મોટું નામ છે. લોકો તેમને વ્હાલથી કાકા કહીને પણ બોલાવે છે. પણ કહેવાય છે ને જેટલો સારો માણસ એટલા જ વધુ દુશ્મન પણ વધુ. ગોવિંદભાઈના જીવનમાં આ વાત બંધબેસે છે.હકીકતમાં થોડા સમય પહેલા જ યુક્રેને ઇન્ટરનેશનલ સ્પોનર્સ ઓફ વોર લિસ્ટ જાહેર કર્યું તેમાં SRKનું નામ હતું.
આ નામ જોતા જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આશ્ચર્ય ઉભુ થયું હતું. આખી ઇન્ડસ્ટ્રીમાં થી માત્ર એક જ કંપનીનું નામ અને તે પણ ગોવિંદભાઈની. આ મુદ્દો ચર્ચા અને તપાસ બંને માંગી લે તેવો હતો. જેને પગલે તપાસ કરવામાં આવી.તપાસ બાદ જાણવા મળ્યું કે ગોવિંદા કાકાનો દુશ્મન કોઈ બહારનું વ્યક્તિ નથી.તેમના દુશ્મન તો ભારતમાં જ છે વિગત મુજબ ભાજપના એક ઉચ્ચ નેતાએ ગોવિંદભાઇના દુશ્મનને બોલાવીને યુક્રેનની યાદીમાં તેમની કંપનીનું નામ ઉમેરવા માટે પૈસા ખખડાવ્યા હતા.
જોકે કહે છે ને રામ રાખે એણે કોણ ચાખે ગોવિંદભાઈનું પણ કઈ આવું જ થયું ભારત સરકારની દરમિયાનગીરી બાદ તેમની કંપનીનું નામ યાદીમાંથી નીકળી દેવામાં આવ્યું. એટલું જ નહિ આ રમત રમનાર વ્યક્તિને પણ સરકાર દ્વારા ઠપકો આપવામાં આવ્યો જણાવી દઇએ કે ગોવિંદ ભાઈ કે જેમને કાકાના નામે ઓળખવામાં આવે છે તેઓ સ્વામિનારાણમાં માનનારા વ્યક્તિ છે અને નવરાશના સમયે મંદિરમાં જવાનું પસંદ કરે છે. સાથે જ તેઓ પ્રમાણિકતા સાથે જીવન જીવે છે અને કામને ખૂબ જ મહત્વ આપે છે.
અહિયાં જણાવવા માં આવેલી માહિતી યૂટ્યૂબ માં આપેલા વિડિયો માઠી લેવામાં આવ્યું છે જે ચેનલનું નામ છે ખબર છે અને તેની લિન્ક અહી આપવામાં આવેલી છે આ સમાચાર માં કેટલી સચ્ચાઈ છે એની અમને કોઈ જાણકારી નથી આ સમાચાર માત્ર માહિતી માટે છે કોઇની માનહાનિ કે નુકસાન થાય એ આશય થી અમે આ સમાચાર મૂક્યા નથી તેમ છતા કોઈને આ સમાચાર થી પ્રોબ્લેમ્સ હોય તો અમને જણાવી શકે છે અમે એના માટે આ પોસ્ટ હટાવી લેશું.