Cli
ખુશખબરી, વર્ષો બાદ પોપટલાલ ના થયા ફિક્સ લગ્ન વિદ્યાજી સાથે, ફેન્સ રાજીના રેડ...

ખુશખબરી, વર્ષો બાદ પોપટલાલ ના થયા ફિક્સ લગ્ન વિદ્યાજી સાથે, ફેન્સ રાજીના રેડ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં રહેલા તમામ પાત્રો દર્શકો ને પેટ પકડી હસાવે છે તારક મહેતા શો મા પોપટલાલ નો ફ્લેટ હંમેશા એકલવાયો છે જેમાં પોપટલાલ હંમેશા પોતાના લગ્ન ના વિચારોમાં ખોવાયેલા રહે છે પોતાના ઘરમાં પોપટલાલે વર્ષો થી શેરવાની પણ સજાવી ને મુકી છે.

પોપટલાલે પોતાના લગ્નની જોર શોર તૈયારીઓ પણ કરી લીધી છે છેલ્લે ઘણા બધા વર્ષોથી પોપટલાલ ની કહાની એવી દેખાડવામાં આવે છે કે તેઓ હંમેશા લગ્ન કરવા ઉત્સુક રહે છે અને જ્યારે પણ તેમની જિંદગીમાં કોઈ છોકરી આવે છે ત્યારે કોઈને કોઈ કારણોસર પોપટલાલના લગ્ન છેલ્લે આવતા તૂટી જાય છે.

પોપટલાલ દેવદાસ બનીને ગમમાં ડૂબી જાય છે પોપટલાલ ના લગ્ન કરાવવા માટે સોસાયટીના દરેક મેમ્બર હંમેશા ઉત્સુક રહે છે એ વચ્ચે તાજેતરમાં આત્મારામ તુકારામ ભીડે ની મામાની દિકરી વિદ્યા સાથે પોપટલાલ ની લગ્નની વાતો ચાલી રહી છે માસ્ટર ભીડે ના મામા અલગ નથી પહેલા રાજી નહોતા તેઓ પોતાની દીકરી ના લગ્ન એક શિક્ષક સાથે જ.

કરાવવા માગતા હતા પોપટલાલને તેઓ પસંદ કરતા નહોતા એ વચ્ચે તાજેતરમાં આગળનો ભાગ એવો દેખાડવામાં આવે છે કે ભિડે ના મામા ગોકુલધામ સોસાયટીમાં પોતાના પરિવારજનો અને વિદ્યા સાથે આવે છે અને જણાવે છે કે મારી દીકરી વિદ્યા હવે પત્રકાર સાથે લગ્ન કરવા માગે છે અને હું પણ તેના લગ્ન પત્રકાર સાથે કરાવવા માગું છું.

પોપટલાલ આ વાત સાંભળીને ખુશી થી ઝુમી ઉઠે છે અને સોસાયટીમાં રહેવા તમામ મેમ્બર ખુશી થી ઝુમતા જોવા મળે છે પોપટલાલ ને પોતાના સપના ની શહેજાદી હવે મળવા જઈ રહી છે અને પોપટલાલ ના લગ્નના ઢોલ હવે વાગસે એ નક્કી થવા જઈ રહ્યુ છે પોપટલાલ અને વિદ્યા ના લગ્ન કેવા ધામધૂમથી યોજવામાં આવશે એ આગળના એપીસોડ માં હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *