ટીવી સીરીયલ સસુરાલ સિમર કા થી લોકપ્રિય બનેલી અભિનેત્રી દિપીકા કક્કર આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ની ખબરો થી ખુબ ચર્ચાઓ માં છે ટીવી સીરીયલ સસુરાલ સિમર કા ની શુટિંગ દરમિયાન તે પોતાના કો એક્ટર શોયેબ ઈબ્રાહિમના પ્રેમમા પડી હતી અને તેના પતિ રોનક સેસમન ને તલાક આપ્યા હતા.
ત્યાર બાદ તેને શોયેબ ઈબ્રાહિમની સાથે નિકાહ કર્યા હતા છેલ્લા ઘણા સમયથી દિપીકા ની પ્રેગ્નન્સી ની ખબરો સામે આવી રહી હતી એ વચ્ચે તાજેતરમાં દિપીકા કક્કર અને શોયેબ ઈબ્રાહિમે પોતાના માતા પિતા બનવાની ખુશી ના સમાચાર ઓફીસીયલ જાહેર કરી દિધા છે શોયબ અને દીપિકાએ પોતાના.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરીને પોતાના ફ્રેન્ડ્સને ગુડ ન્યુઝ આપ્યા છે સામે એવી તસ્વીરોમાં શોયેબ અને દીપિકા ઉંધા ફરીને એકબીજાને માથું ટેકવીને બેઠા છે બંને એ માથા પર ઉંધી ટોપી પહેરેલી છે જેમાં મોમ અને ડેડ લખેલું છે જે તસવીરો શેર કરતા કેપ્સન માં જણાવ્યું હતું કે આ ખબરને તમારી સાથે શેર કરીએ છીએ પોતાના દિલમા.
ઉત્સાહ આનંદ સાથે અમારા દિલમાં ખૂબ જ વધારે પ્રેમ ઉમટી રહ્યો છે અમે પોતાનું પહેલું બાળક આ દુનિયામાં લાવી રહ્યા છીએ અમે માતા પિતા બનવા જઈ રહ્યા છીએ તમારા બધાની દુઆ આશીર્વાદ અને પ્રેમની જરૂર છે આમીન જણાવી ને ફેન્સ ને ખુશ ખબર આપ્યા છે ચાહકો આ તસવીર પસંદ કરીને બંનેને શુભેચ્છાઓ આપી રહ્યા છે.