Cli
gold on moon

ચંદ્રની સપાટી પર છે સોનાનો ડુંગર?જાણો શું છે હકીકત.

Uncategorized

હાલમાં ચારે તરફ ચંદ્રની સપાટી,પ્રજ્ઞાન રોવર અને ચંદ્રયાન વિશે થઈ રહેલી ચર્ચા તો તમે સાંભળી જ હશે.તમે એ પણ સાંભળ્યું હશે કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી લેશે તો ચંદ્ર પર માનવજીવન શક્ય બની શકશે.

પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે ચંદ્રની સપાટી પર સોનાનો ડુંગર છે?આશ્ચર્ય થયું ને?હકીકતમાં ચંદ્રયાન -૩ મિશન અને તેમાં પણ પ્રજ્ઞાન રોવરની સફળ લેન્ડિંગ બાદથી જ સોશિયલ મીડિયા પર ચંદ્ર વિશે અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચંદ્ર પર સાપ મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.જે બાદ હાલમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે.હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ચંદ્રની સપાટી પરથી કેટલાક ફોટા સામે આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

નવાઈની વાત એ છે કે આ ફોટાઓ ડુંગર અને રણના છે.કેટલાક લોકોનું કહેવું છે કે ચંદ્ર પર સોનાનો ડુંગર છે.જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો દ્વારા આવી કોઈ જાણકારી આપવામાં આવી નથી.એટલે આવા કોઈપણ વીડિયો પર વિશ્વાસ કરવો નહિ.જો કે વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર પર પાણી તેમજ રેતી હોવાની જાણકારી ચોક્કસ આપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *