આલિયા ભટ્ટ એક ખૂબ જ સારી અભિનેત્રી છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે આલિયા એક સ્ટોરી ટેલર, વાર્તાકાર પણ છે.જી હા, આપણી સૌની ચાહિતી આલિયા જેને અનેક ફિલ્મોમાં નાની ઉંમરે અવનવા કિરદાર ભજવી ને એક્ટિંગ ની દુનિયામાં બહેન કરતા પણ વધુ ઊંચું નામ કર્યું છે, પોતાની ઓળખ બનાવી છે એ મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ એક વાર્તાકાર પણ છે અને હાલમાં જ તેને પોતાની એક બુક લોન્ચ પણ કરી.
હાલમાં જ આલિયા જે ડબલ્યુ ડી ખાતે આયોજિત ચિલ્ડ્રન લિટ ફેસ્ટ માં પોતાની બહેન અને માતા સાથે પહોચી હતી. જ્યા નાની બાળકીઓ સાથે તેને વાત કરી.આ ફેસ્ટ માં તેને પોતાની એડમ ફાઈન્ડ હોમ નાની બુક પણ લોન્ચ કરી.
હાલમાં જ આલિયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બુક લખવાનો, વાર્તાઓનો શોખ કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં પોતાના આ શોખ અંગે વાત કરતા આલિયા એ જણાવ્યું કે મારા દાદા મને ગનનું, ચુનનું, મુનનું ત્રણ નામ સાથે વાર્તા કહેતા, આ ત્રણ કોણ હતા મને ત્યારે ખબર ન હતી પણ મારા દાદાએ મારી અંદર કલ્પનાઓ વિકસાવી.
આ જ કારણ છે કે નાનપણમાં મારી બહેન શાહીન હેરી પોટર બુક વાંચતી અને હું મારી કહાનીઓ બનાવતી.આલિયા એ કહ્યું કે હું અભિનેત્રી છું, વાર્તાકાર છું, લેખક નથી આ બુકમાં ઘણા લોકોનો સપોર્ટ છે. જે બાદ તેને નાના બાળકોને પોતાની બુકમાં થી અમુક લાઈન વાંચી પણ સંભળાવી.
જણાવી દઈએ કે બુક બાળવાર્તા પર આધારિત છે, જેમાં એક નાની યુવતી પાસે પ્રાણીઓ અને ખાસ કરી કુતરા સાથે વાત કરવાની શક્તિ હોય છે.જો કે મહત્વની વાત એ છે કે આ પ્રોગ્રામ દરમિયાન એક બાળકી એ આલિયા ભટ્ટ ને એક ગિફ્ટ પણ આપ્યું હતું આ ગીફ્ટ લેતા આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ થઈ હતી અને તેને તે બાળકીને ગળે પણ લગાવી હતી.