તારીખ 30મી ઓગસ્ટનો સમય હતો અને પોલીસને સંદેશો મળે છે કે વેરાવળમાં રહેતી પૂજા ચોલેરા નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે અને તે હોસ્પિટલમાં છે એટલે વેરાવળના પોલીસ કર્મચારી અધિકારી ત્યાં પહોંચે છે અને પતિ ફરિયાદ આપે છે કે મારી પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે આપણા દેશની કમનસીબી એવી છે કે આપણા દેશમાં દર વર્ષે લાખો લોકો આત્મહત્યા કરે પણ આત્મહત્યા કોણે શાના માટે કરી એવા અનેક પ્રશ્નોના ઉત્તર આપણને માણસ ગયા પછી પણ મળતા નથી આ કિસ્સામાં પણ આવું જ બનવાનું હતું પણ ગીરસોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા અનેતેમની ટીમે મહેનત કરી અને સત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે કંઈક જુદું હતું અને આ મહિલાએ જેના કારણે આત્મહત્યા કરી તે આરોપી સુધી ગીરસોમનાથ પોલીસ કેવી રીતના પહોંચી તેની વાત તમે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ માં હવે જોવાના છો તો ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે તારીખ 30મી ઓગસ્ટ હતી વેરાવળમાં રહેતી પૂજા ચોલેરા નામની એક પરણિતા પોતાના પતિ પાસે અનાજ સાચવવા માટે જે ઝેરી ટીકડાનો ઉપયોગ કરવામાં આવે છે તે મંગાવે છે અને એવું કહે છે નવાઘ ઘઉં આવ્યા છે
ઘઉંમાં આ ટીકડા નાખવા જરૂરી છે એટલે પતિ પોતાનાકર્મચારી પાસે આ ઝેરી ટીકડા મોકલાવે છે અને પછી આ મહિલા આ ઝેરી ટીકડા જે હતી તે ખાઈ જાય છે આ દરમિયાન આ પરણિતાનો નાનો પુત્ર ઘરે પહોંચે છે પણ માં દરવાજો ખોલી શકતી નથી એટલે તે પોતાના પિતાને જાણ કરે છે પૂજાનો પતિ ત્યાં પહોંચે છે અને દરવાજો તોડી અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યાં સુધી તો પૂજા બેભાન હાલતમાં આવી જાય છે પહેલા પૂજાને વેરાવળ ને પછી જૂનાગઢ દવાખાનામાં લઈ જાય છે પણ પૂજાનો પરિવાર પૂજાને બચાવવામાં સફળ થતો નથી પોલીસ પાસે બસ આટલી ટૂંકી જાણકારી હતી કે પૂજાએ ઝેર પી લીધું છે પણ પૂજાએ ઝેર કેમ પીધું તેનો કોઈ જવાબ પૂજાના પતિ કે બાળકો પાસે નહતો
ગીરસોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ પોતાના સ્ટાફને કહ્યું કે આ કેસના ઊંડાણમાં જવા વાની જરૂર છે કારણ કે આપણને જ્યાં સુધી આ મહિલાએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ ન મળે ત્યાં સુધી તપાસ અધૂરી કહેવાય ગીરસોમનાથનો સ્ટાફ અને વેરાવળ પોલીસ સાથે મળી તપાસની શરૂઆત કરે છે ઘણા બધા લોકોને પૂછપરજ કરે છે ત્યારે એક જાણકારી પોલીસ સામે આવે છે અને જાણકારી એવી હતી કે આ મહિલા જ્યાં રહેતી હતી તેના મકાનની નીચે એક આઈસ્ક્રીમ પાર્લર આવેલું હતું અને આઈસ્ક્રીમ પાર પાર્લરના માલિકે પોલીસને જાણકારી આપી કે પૂજાબેને મારી પાસેથી ટુકડે ટુકડે એક જ દિવસમાં 1,15,000રૂપિયા લીધા હતા.
પોલીસને સવાલ થયો કે તમે આ મહિલાને કેમ પૈસા આપ્યા? તો પૂજા આજ પાર્લર ઉપર ખરીદી કરવા આવતી હતી તેના કારણે પૂજા અને આ દુકાનદાર સંપર્કમાં હતા પણ પૂજાએ કોઈ દિવસ આ દુકાનદાર પાસે પૈસા માંગ્યા નહોતા એટલે આ દુકાનદાર જ્યારે પૂજા ચોલેરા પૈસા માંગે છે ત્યારે પહેલો સવાલ કરે છે કે અત્યારે મારી પાસે આટલી વ્યવસ્થા નથી તમારે પૈસાની કેમ જરૂર છે ત્યારે પૂજા વાટ ટાળે છે અને પૂજા એવું કહે છે કે હું તમને એક બે દિવસમાં પૈસા આપી દઈશ એટલે પોલીસે પૂજા ચોલેરાના એકાઉન્ટમાંથી પૈસા ક્યાં ગયા તે તપાસવાની શરૂઆત કરી ત્યારે પૂજા ચોલેરાનો મોબાઈલફોન પોલીસના હાથમાં આવે છે અને મોબાઈલ ફોન જ્યારે વેરાવળના ના પોલીસ અધિકારીઓ સર્ચ કરી રહ્યા હતા ત્યારે કેટલાક વિડીયો પોલીસને મળે છે અને આ જે વિડીયો હતા એમાં બનાવટી સીબીઆઈ અધિકારી અને બનાવટી ઇન્કમ ટેક્સ અધિકારી બની કેટલાક લોકો પૂજાને ધમકાવી રહ્યા હતા. હવે વાત એવી છે કે પૂજા ચોલેરાને WhatsAppટસપ કોલ આવે છે અનેવટસપ કોલ કરનાર જાણકારી આપે છે કે તમે એક પાર્સલ મંગાવ્યું હતું એ પાર્સલ આવી ગયું છે અને એનો વિડીયો પણ મોકલવામાં આવે છે કે જુઓ તમારું પાર્સલ આવ્યું છે પણ આ પાર્સલ પેટે હવે તમારે ટેક્સ ભરવાનો થાય છે1,15,000 ખરેખર તો પૂજાએ ઇન્કમ ટેક્સ અનેસીbઆના અધિકારી તરીકે ફોન કરનારને કહેવાની જરૂર હતી કે મેં કોઈ પાર્સલ મંગાવ્યું નથી પણ ફોન કરનારનો રૂવાબ જોઈ પૂજા ડરી જાય છે
અને 1લાખ 15હ000 રૂપિયાની વ્યવસ્થામાં પડે છે પૂજા હાઉસવાઈફ હતી એટલે તેની પાસે આ પૈસા નહોતા એટલે પૈસા આપવામાં વિલંબ થઈ રહ્યો હતો એટલે આ લોકો એક નવો વિડીયો બતાવે છે અને જેમાં એવું કહે છે કે હવેસીbઆઈના વાહનો નીકળ્યા છે તમને પકડવા માટે આ પ્રકારનો એક વિડીયો પણ પૂજાને મોકલવામાં આવ્યો હતો આમ પૂજા ઉપર સતત માનસિક દબાણ વધારી દેવામાં આવ્યું હતું જેના કારણે થાકી પૂજા 1હ000 તેમને મોકલાવેછે પણ વાત અહીંયા અટકતી નથી નકલી સીબીઆઈ અને નકલી પોલીસ અધિકારી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને આવેલા લોકો સતત પૈસાની માંગણી કરી રહ્યા હતા. પૂજા ડરી જાય છે એટલે જીવનનો અંત તાણવાનો નિર્ણય કરે છે અને પોતાના પતિ પાસે અનાજમાં નાખવાના ઝેરે ટીકડા મંગાવે છે અને ઝેરી ટીકડા ખાતા પહેલા જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો
તેમને ફોટો પણ મોકલે છે કે જુઓ હવે હું મારા જીવનનો અંત આણી રહી છું પણ સામે છેડે પહેલા નિષ્ઠૂર લોકો બેઠા હતા તે પૂજાને લખે છે કે આટલા ઝેરથી કઈ નહી થાય વધારે ઝેર ખાવું પડશે આમ પોલીસ સમજ સમજી જાય છે કે પૂજાને ખોટી રીતના ફસાવી ડરાવી દેવામાંઆવી હતી જેના કારણે પૂજાએ જીવનનો અંત આણ્યો હતો પોલીસ જે નંબર ઉપરથી ફોન આવ્યા હતા તેના આઈપી એડ્રેસ તપાસે છે તો પોલીસને નિષ્ફળતા મળે છે કારણ કે એ આઈપી એડ્રેસ એટલે કે પાકિસ્તાનના ફોન નંબર હોવાનું પ્રસ્તાપિત થઈ રહ્યું હતું.
પોલીસને સમજાઈ રહ્યું હતું કે આ નંબર ખોટા છે ખરેખર આખું ઓપરેશન ભારતમાં જ પાર પાડવામાં આવ્યું હશે પણ પૂજા ચાવલાએ પૈસા મોકલ્યા કેવી રીતના એ જાણવું જરૂરી હતું ત્યારે પૂજાના જ ફોનમાંથી એક બારકોડ મળે છે અને એ બારકોડની તપાસ પોલીસ શરૂ કરે છે અને બેંકો સાથે ચર્ચા કરે છે ત્યારે ખબર પડે છે કેમધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના બે બેંકો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકમાં આ પૈસા ગયા છે. એટલે વેરાવળ પોલીસ પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશ પહોંચે છે. બેંકો પાસે જાય છે અને જે ખાતામાં પૈસા આવ્યા હતા એ ખાતા કોના છે? તેની તપાસ શરૂ કરે છે. ત્યારે પોલીસને બે નામ મળે છે વિક્રમ અને રાહુલ અને વિક્રમ અને રાહુલને પોલીસ શોધી કાઢે છે પણ મુખ્ય સૂત્રધાર જે છે જે ડરાવતો હતો પૂજાને એનું નામ મોનુ જાણવા મળ્યું. મોનુ ત્યાંથી ફરાર હતો કારણ કે મોનુએ દેશભરમાં આ પ્રકારે લોકોને ફોન કરી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા હતા. આમ બેઆરોપી અત્યાર સુધી ગીરસોમનાથ પોલીસે ઝડપી લીધા છે
આ સ્ટોરી અને આ દ્રશ્યો તમને એટલા માટે અમે બતાડી રહ્યા છીએ કે આ પ્રકારની ગેંગ આ મોડેઝ ઓપરેન્ડીનો ઉપયોગ કરી લોકોને નિશાન બનાવે છે એટલે ધ્યાન રાખજો સાવચેત રહેજો તમને WhatsApp કોલ આવે કે વિડીયો કોલ આવે તો એટલું ચોક્કસ યાદ રાખજોસીbi ઈડી ઇન્કમ ટેક્સ કે પોલીસ અમલદાર ક્યારેય તમને WhatsApp કોલ કે વિડીયો કોલ કોલ કરતા નથી અને કોઈ દિવસ તમને આ પ્રકારે WhatsApp કોલ દ્વારા તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવતી નથી WhatsApp કોલ કે વિડીયો કોલના આધારે તમારી એરેસ્ટ પણ શક્ય નથીએટલે કેટલાક લોકો એવું કહે છે કે તમને હવે એરેસ્ટ કરી લીધા છે તમે વિડીયો સામેથી હટશો નહીં તો એ પણ જાણી લો ડિજિટલ એરેસ્ટ થતી નથી
એટલેસીબીઆઈ ઇન્કમ ટેક્સ ઈડી કે પોલીસના નામને તમને કોઈ ડરાવતું હોય ધમકાવતું હોય તો નજીકના પોલીસ થાણાનો સંપર્ક કરજો કે જેથી તમે બચી જાવ અને ગુનેગાર પકડાઈ જાય તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અમારી સાથે જોડાવવા માટે બેલ આઈકોન દબાવી દો અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રાઈજાણ