ગુજરાતમાં અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નો સપ્તાદી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે અમદાવાદ શહેર રંગબેરંગી લાઈટોથી ઝળહળી રહ્યું છે એ વચ્ચે વિદેશી એનઆરઆઈ થી લઈને.
રાજનેતાઓ અને ફિલ્મી સેલિબ્રિટી કલાકારો સાથે ગુજરાતી કલાકારો પણ આ મહોત્સવમાં આવી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં કચ્છની કોયલ એવી ગુજરાતી ફેમસ સિંગર ગીતા રબારી ટ્રેડિશનલ કચ્છી પહેરવેશ સાથે પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવમાં પોતાના પરીવાર સાથે પહોંચી હતી પોતાના.
પરિવારજનો સાથે અહીં તસવીરો ક્લિક કરી હતી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા સામે તેમને નતમસ્તક નમન કર્યા હતા સાથે મિડિયા ઈન્ટરવ્યુ ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સપ્તાદી મહોત્સવ અદભુત નજારો છે જેમાં ખરેખર શાંતિ નો અનુભવ રહ્યો છે ભારત વર્ષના શિરોમણી સંત જેમના નામ પર.
આપણે સપ્તાદી મહોત્સવ ઉજવી રહ્યા છીએ આવો ઉત્સવ મેં મારી 25 વર્ષની ઉંમરમાં ક્યારેય જોયો નથી અને કદાચ એક ભવિષ્યમાં પણ આવો ઉત્સવ જોવા નહીં મળે ગીતા રબારી એ જણાવ્યું કે અમે કલાકારો છીએ અને સ્વામીજી ભજનો ને ખુબ માણતા અને આ નજારો પણ ભક્તિ થી ભરેલો છે એનાથી.
વિશેષ વાત એ છે કે પ્રમુખસ્વામી મહારાજ પોતાના માટે ઓછું અને બીજાના માટે વધારે જીવ્યા હતા ભારત પર જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને બીએસપીએસ સંસ્થા હંમેશા લોકોની સેવા માટે હાજર હોય છે
ગીતા રબારીએ આગળ.
જણાવતા કહ્યું કે મહોત્સવમાં આવતા જ્યારે પ્રવેશ લઈએ ત્યારે સ્વામીજીની જે મુર્તિ છે ત્યાં જો એકાદ મિનીટ પણ ઉભા રહીએ તો શાંતિની અનુભૂતી થઈ જાય છે આ નગરમાં નાના બાળકો માટે પણ જે આકર્ષણનું કેન્દ્ર બનેલી બાળનગરી છે ગ્લો ગાર્ડન પણ સૌ કોઈને આકર્ષિત કરી રહ્યો છે.
આ પાછળ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સારી બાબત છે એનાથી લોકો સરળતા થી સમજી પણ શકે છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એ ધ્યેય હતો કે બીજા માટે જીવવું તો ક્યાંયને ક્યાંક માનવ જીવન એવું છે કે એ લોકો પોતાના માટે કરતાં હોય છે પરંતુ આપણે.
બધાએ પ્રમુખસ્વામી મહારાજની આ વાતને જીવનમાં ઉતારવી જોઈએ કે બધી જ વસ્તુ આપણે આપણાં માટે નહીં પરંતુ બીજા માટે પણ કરવી જોઈએ ગીતા રબારીએ આ મહોત્સવ ની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે તસવીરો સામે આવતા લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.