આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી લાંબા સમયની રાહ જોયા બાદ આખરે શુક્રવારે ભારતના તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ ફિલ્મ રિલીઝ થતાંજ બોક્સઓફિસમાં રિલીઝ તાબડતોડ કમાણી કરી રહી છે બીજી બાજુ આલિયા પણ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે જેમાં ફિલ્મ રિલીઝ પછી પણ આલિયા.
કેટલાક ઇવેન્ટ બાદ હવે રસ્તા પર જ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે અહીં મુંબઈના રસ્તાઓમાં આલિયા ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી એ સમયના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યા છે અહીં ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયા ખુલ્લી બસમાં જોવા મળી હતી આ દરમિયાન આલિયાની.
આજુબાજુ કેટલાય દર્શકોની ભીડ ઉમટી પડી હતી અને આલિયા સાથે ફોટો પડાવવા પડાપડી પણ કરી હતી આલિયા ભટ્ટ અહીં સફેદ સાડીમાં ગંગુબાઈની સ્ટાઇલમાં ડાયલોગ પણ બોલી હતી જેને જોઈને દર્શકો વધુ ઉત્સાહમાં આવી ગયા હતા આશા છેકે આલિયાની આ ફિલ્મ બોક્સઓફિસમાં સારી કમાણી કરશે.