બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે એમની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને ખુબજ ચર્ચામાં છે ફિલ્મ ક્યાંકને ક્યાંક વિવાદમાં પણ પડી રહી છે એવામાં આલિયા તેની કોઈ પરવા કર્યા વગર ફિલ્મના પ્રમોશનમાં ખુબજ વ્યસ્ત છે આલિયા હમણાં ફિલ્મના પ્રમોશન માટે દિલ્હીમાં સફેદ સાડીમાં જોવા મળી હતી.
અહીં ફિલ્મના પ્રમોશન માટે આલિયા દેશની રાજધાની દિલ્હીમાં પહોંચી હતી જેની કેટલીક તસ્વીર સામે આવી છે અહીં એ તસ્વીર આલિયાએ સોસીયલ મીડિયામાં શેર કરી છે તસ્વીર સોસીયલ મીડિયામાં આવતાજ ખુબ વાઇરલ થઈ રહી છે આલિયાનો આ લુક ફેન દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આલિયા ભટ્ટ આ દરમિયાન ભારતની સાંસ્કૃતિક સાડી માં જોવા મળી હતી સાડી પહેરેલી આલિયા ભટ્ટે અલગ અલગ પોઝમાં તસવીરો સામે આવીછે આ તસવીરોમાં આલિયા ખૂબ સુંદર દેખાઈ રહી હતી આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું અત્યારે દિલ્હી અને માત્ર 3 દિવસ બાકી મિત્રો આલિયાની આ તસ્વીર પર તમે શું કહેશો.