1975માં રમેશ સિપ્પીની ફિલ્મ શોલે તમને જરૂર યાદ હશે એ સમયની આ ફિલ્મ મોટી હિટ સાબિત થઇ હતી આ ફિલ્મથી જોડાયેલ તમામ કલાકાર આજે પણ ફેમસ છે શોલે ફિલ્મમાંથી જોડાયેલ ઘણા કિસ્સા જાણીતા છે જેમાંથી એક કિસ્સો શોલે ફિલ્મના અસલી વિલન ગબ્બર સિંગથી જોડાયેલ છે.
શોલે ફિલ્મના અમઝદ ખાન ઉર્ફે ગબ્બર સીંગે દેશભરમાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને ગબ્બર સિંગના નામનો ડર બધી જગ્યાએ જોવા અને સાંભળવા મળતો હતો અહીં આ ફિલ્મ હિટ જવા પાછળ ગબ્બરસિંગને પણ મહત્વના ગણવામાં આવે છે જેમની ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે.
એક ખબર મુજબ ગબ્બર સીંગે આ ફિલ્મમાં આપેલા ડાયલોગ કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર જોડેથી લીધા ન હતા એમને ડાયલોગ શીખવવા વાળા વ્યક્તિ કોઈ બીજા હતા જે એક ધોબી પાસેથી શીખ્યા હતા અમઝદ ખાનના એમના ગામમાં એક ધોબી રહેતો હતો તે દરરોજ સવારે લોકોથી આ અંદાજથી વાત કર્યા કરતો હતો.
અમઝદ ખાન આ ધોબીના ડાયલોગથી પ્રભાવિત થયા હતા અને રોજ સાંભળ્યા કરતા હતા જયારે એમને ગબ્બર ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે એમણે એક આઈડિયા દોડાવ્યો ફિલ્મના વિલનની કોપી કરવા કરતા ગામના ધોબીની સ્ટાઇલમાં ડાયલોગ બોલવાનો વિચાર કર્યો.
અમઝદ ખાનને તે વાતનો અંદાજ પણ ન હતો કે ધોબીનો આ અંદાજ મોટા પડદા ઉપર આટલો હિટ સાબિત થશે જ્યારે ફિલ્મનો ડાયલોગ સાંભળતા ફિલ્મવર્કરોને લાગતું હતું કે આવા ડાયલોગ શું ચાલશે પરંતુ ડાયરેક્ટર સીપીએ વખાણ કર્યા અહીં ફિલ્મ રિલીઝ થતાંજ થિયેટરોમાં લોકોએ ડાયલોગને વાવ વાહ કરતા ખુબજ વખાણ કર્યા ધોબીની સ્ટાઇલના આ ડાયલોગ અત્યારે પણ દેશભરમાં ફેમસ છે.