પોતાની માત્ર નાની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં રહીને વિશ્વભરમાં પોતાની ઓળખ સ્થાપિત કરનાર પોતાના બેટ વડે ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પણ રેકોર્ડ તોડવામાં સફળ રહેલા ભારતીય સ્ટાર ખિલાડી વિરાટ કોહલી આજે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેઓ ભારતીય ટીમના કપ્તાન રહીને.

ભારતીય ટીમને આગળ વધારવામાં પણ ખૂબ જ સફળ સાબિત થયા છે સાથે આઈપીએલ રોયલ બેગંલોર ચેલેન્જર્સ ના કેપ્ટન પણ છે તેમને સાલ 2017માં ક્રિકેટ પ્રત્યે પોતાના યોગદાનથી પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે વિરાટ કોહલી નો જન્મ 1988 માં દિલ્હીમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રેમ કોહલી છે.

જેવો એક ક્રિમિનલ વકીલ હતા વિરાટ કોહલી નાનપણથી ક્રિકેટ પ્રત્યે એટલી રુચિ ધરાવતા હતા કે તેઓ પોતાના હાથમાં રમકડાની જગ્યાએ બેટ પકડતા હતા વિરાટના નાનપણમા તેમના પિતા વિરાટ કોહલીની સાથે ક્રિકેટ રમતા માત્ર 9 વર્ષ ની ઉંમરે તેમના પિતાએ વિરાટનુ એડમિશન ક્રિકેટ ક્લબ માં કરાવ્યું.
દિલ્હી ક્રિકેટ એકેડમી માં રાજકુમાર શર્મા થી ક્રિકેટ ની તાલીમ મેળવી અને પહેલી મેચ ડોગરા એકેડેમી માં તેઓ રમ્યા વિરાટ કોહલીના અભ્યાસથી લઈને તેમના ક્રિકેટ કેરિયર સુધી તેમના પિતા એ ખૂબ સાથ આપ્યો તેમના પગલે પગલે વિરાટ કોહલી આજે સફળતા ના શિખરે પહોંચ્યા પરંતુ સાલ 2006માં તેમના.

પિતાનું અવસાન થતાં વિરાટ કોહલી ખૂબ જ દુઃખી થયા હતા પોતાના પિતાને સપનાને સાકાર કરવા માટે તેઓ ખૂબ જ સર્ઘષ મય જીવન થકી આજે એ મુકામ પર પહોંચી ગયા કે આજે તેમને આખી દુનિયા સ્ટાર ક્રિકેટર તરીકે ઓળખે છે વિરાટ કોહલીના લગ્ન જીવનની વાત કરીએ તો તેમના લગ્ન પહેલા તેમની.
જિંદગીમાં ઘણી બધી છોકરીઓ આવી જેમાં સૌથી પહેલા સરાહ જાને નામની યુવતી સાથે વિરાટ લાંબો સમય લવ ઇન રિલેશનશિપમાં રહ્યા ત્યારબાદ સંજના તમન્ના ભાટિયા અને વિદેશી ઈઝાબેલ લીઈટ સાથે પણ તેમનું નામ જોડાયુ પરંતુ વિરાટ ના પ્રેમસંબંધ લાંબો સમય સુધી ના ચાલ્યા એક પછી.

એક છોકરીઓ તેમના જીવન માં આવી એ વચ્ચે સાલ 2013 માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ની તેમના જીવનમાં એન્ટ્રી થતાં વિરાટ અને અનુષ્કા એ એક ટીવી એડ માં સાથે કામ કર્યું ત્યારબાદ બંને વચ્ચે મિત્રતાના સંબંધો સ્થાપિત થયા અને આ સંબંધો જોતામાં પ્રેમ સંબંધોમાં બદલાયા બંને.

વચ્ચે ખૂબ લાંબો સમય સુધી પ્રેમ સંબંધો રહ્યા વિરાટ કોહલીની દરેક મેચ અનુષ્કા શર્મા જોવા જવા લાગી આ દરમિયાન થોડા ઘણા વિવાદો પણ સામે આવ્યા અને આખરે સાલ 2017 માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન ના પવિત્ર સંબંધોમાં બંધાયા લગ્નના ચાર વર્ષ બાદ સાલ 2021 માં 11 જાન્યુઆરીના.

રોજ તેમના ઘેર દિકરી વામીકા કોહલીનો જન્મ થયો વિરાટ કોહલી આજે પોતાના પરિવાર સાથે વૈભવી જિંદગી વ્યતિત કરી રહ્યા છે વિરાટ કોહલીના અભ્યાસની વાત કરીએ તો વિરાટ કોહલીએ માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ક્રિકેટ કેરિયરમાં ધ્યાન આપીને તેમને અભ્યાસ બંધ કરવો પડ્યો હતો.

વિરાટ કોહલી ભારતીય ટીમમાં ખૂબ જ આક્રમક બેસ્ટમેન છે એક સમયે જે જુસ્સો સેહવાગ અને યુવરાજસિંહ માં જોવા મળતો હતો તે જ જુસ્સો આજે વિરાટ કોહલી માં જોવા મળે છે વિરાટ કોહલી ઘણીવાર ચાલુ મેચ દરમિયાન હરિફ ટીમ સાથે ઝગડા ના મુડમાં પણ આવી જાય છે ઘણી વાર તેમને આ બદલ.

દંડ પણ ચુકવવો પડ્યો છે તેમની આ અનોખી અદા લોકો ખૂબ જ પસંદ કરે છે વિરાટ કોહલીએ ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે તેઓ જ્યારે ક્રિકેટ ની પીચ પર ઉતરે છે ત્યારે દર્શકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે તેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેસ્ટમેનમાં સ્થાન ધરાવવામાં સફળ હાજર રહ્યા છે.