બાળકો અને યુવાનોની મનપસંદ સિરિયલ સીઆઇડી તો તમે જોઈ જ હશે. પાછલા ઘણા વર્ષોથી સોની ટીવી દ્વારા લોકોનું મનોરંજન કરતી આ સીરિયલ તેના કોન્સેપ્ટ ને કારણે શરૂઆતથી જ ચર્ચામાં રહેતી આવી છે. જો કે હાલમાં આ સીરિયલ તેના એક કલાકારને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ આ સીરિયલમાં ફેડ્ડીની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યું છે.
ગત ૫ તારીખના રોજ આ કલાકારના નિધન અંગે સમાચાર સામે આવ્યા હતા. જાણકારી અનુસાર ફેડ્ડી ઉર્ફે દિનેશ ફડનીસને લિવરની સમસ્યા ઉભી થઇ હતી જે બાદ તેમનું ૫ તારીખે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.
હાલમાં દિનેશ ફડનીસના નિધન બાદ જ્યા ઇન્ડસ્ટ્રી માં નિરાશા વ્યાપી છે તેવામાં દિનેશ ફડનીસના એક મિત્રનો વિડીયો સામે આવ્યો છે આ વીડિયોમાં તેમણે દિનેશ ની તબિયત અંગે સંપૂર્ણ જાણકારી આપી છે તેમને જણાવ્યું કે ગટ 30 નવેમ્બરના રોજ રાતના સમયે દિનેશ ની તબિયત બગડી હતી જે બાદ તેમના મિત્ર તેમને હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અહી તેમને હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવ્યું હતું તેમજ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દિનેશના મિત્રોએ જણાવ્યું કે દિનેશની તબિયત સારવાર બાદ પણ થોડી થોડી ખરાબ થઈ રહી હતી.તેમને અચાનક લીવર માં તકલીફ થઈ હતી. જોકે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ અચાનક જ ૫ તારીખે તેમના નિધનના સમાચાર મળ્યા હતા.
વાત કરીએ દિનેશ ના પરિવાર અંગે તો તેમના મિત્રના જણાવ્યા અનુસાર દિનેશના પરિવારમાં તેમનો એક ભાઈ હતો જે અત્યારે નથી. હાલમાં દિનેશના પરિવારમાં માત્ર તેમની પત્ની છે. તમને મિત્રએ જણાવ્યું કે દિનેશ અને તે એક જ કોલોનીમાં રહેતા હતા એક સાથે જ મોટા થયા હતા દિનેશ એ સિરિયલ દ્વારા ખૂબ જ નામના મેળવી હતી.તેમ છતાં તે બંને હમેશા સાથે જ રહેતા હતા. તેમને જણાવ્યું કે દિનેશ બધાને મદદરૂપ થતો હતો. તેને ક્યારેય ઘમંડ કર્યો ન હતો. પરંતુ તે અચાનક બીમાર પડ્યા બાદ તેના શરીરમાં એક એક તકલીફો વધતી ગઈ જેને કારણે તેનું નિધન થયું.
જણાવી દઈએ કે દિનેશે હૃતિક રોશન, આમિર ખાન સાથે ફિલ્મોના કામ કર્યું હતું. આ સિવાય તેમને તારક મહેતા સિરિયલમાં પણ નાનકડી ભૂમિકા ભજવી હતી..દિનેશ ફડનીસ સિરિયલમાં જેટલા મોજીલા બતાવવામાં આવ્યા હતા એટલા જ તેઓ અસલ જીવનમાં પણ મોજીલા હતા