તમિલનાડુના કુન્નુરમાં નનજપ્પા ચથીરામ ગામના લોકોએ તરતજ જેવા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યાં પહોંચી ગયા હતા અને પીડિતો માટે તેઓ ભગવાનની જેમ કામ કરી રહ્યા હતા તેના કારણે આર્મીએ પુરા ગામને ધન્યવાદ પાઠવ્યા હતા અને પુરા ગામને ગોદ લેવામાં આવ્યું છે અહીં તે ગામમાં નવા રોડ અને બેસવાના સેડ પણ બનવવામાં આવશે.
તેના સિવાય ગામમાં ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અન્ય સામગ્રી પણ વિતરણ થઈ રહી છે આર્મીએ કહ્યું હતું કે પીડિતો માટે ગામ વાળા ભગવાનની જેમ હતા જેવું હેલિકોપ્ટર ક્રેસ થયું ગામ વાળા પ્રથમ પીડિતો ની જોડે પહોંચ્યા હતા અને ગ્રામીણોએ એમને બચાવવાની પુરી કોશિશ કરી હતી.
આજે વાયુસેનાના મુખ્ય અધિકારી વરુણસિંહ જીવિત છે તેનો મુખ્ય ફાળો ગામ વાળા ને જાય છે ગામના લોકો બિપિન રાવતને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા તેઓ હોસ્પિટલ સુધી પહોંચાડી રહ્યા હતા પરંતુ રસ્તામાંજ એમનું નિધન થઈ ગયું હતું અહીં ગામ વાળને આર્મીના તમામ અધિકારીઓ અભિનંદન પાઠવી રહ્યા હતા.
જયારે દુર્ઘટના થઈ ત્યારે સૌથી પહેલા એન સી મોરલી પહોંચ્યા હતા જેઓ એક ફાયરમેન છે જયારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને જોયું બે લોકો જીવિતા હતા જેમાંથી બિપિન રાવત અને કેપ્ટન વરુણસિંહ હતા જેમાં ગામ વાળની મદદથી બંનેને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં બિપિન રાવત નિધન પામ્યા હતા અને વરુણસિંહને બચી ગયા હતા.