પ્રતિભા સિન્હાએ 90ના દસકામાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં પગ મૂક્યો હતો એક્ટરે 1992માં ફિલ્મ મહેબૂબ મેરે મહેબૂબથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને તેણીએ પહેલી ફિલ્મથી શાનદાર શરૂઆત થઈ હતી હકીકતમાં તેની માતાના સ્ટારડમના કારણે પ્રતિભાને ઘણી ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ એમની ફિલ્મી કરિયર બોલીવુડમાં સફળ રહ્યું ન હતું.
એક્ટરે પોતાના ફિલ્મી કરિયરમાં માત્ર 13 ફિલ્મોમાં કામ કર્યું પરંતુ એમાંથી રાજા હિન્દુસ્તાન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું એક્ટર પ્રતિભા સિન્હાએ કરિશ્મા કપૂર અને આમિર ખાનની સુપરહિટ ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના લોકપ્રિય ગીત પરદેશી પરદેશી જાના નહીંથી ખુબ લોકપ્રિય બની હતી.
પરંતુ હવે તેઓ છેલ્લા 22 ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે અત્યારે ખાસ કરીને લોકો તેને ભૂલી પણ ગયા છે તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિભા 80 થી 90 ના દશકાના સમયની જાણીતી અભિનેત્રી માલા સિન્હાની પુત્રી છે અત્યારે તેને ઓળખવી પણ મુશ્કેલ બને તેટલી તેઓ બદલાઈ ગઈ છે.
પ્રતિભાનું નામ સંગીત નિર્દેશક નદીમ સૈફી સાથે ખુબ જોડાયું હતું તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિભા સિન્હા છેલ્લે વર્ષ 1998માં આવેલી ફિલ્મ મિલિટરી રાજમાં જોવા મળી હતી તેના પછી એક્ટરના કોઈ સમાચાર નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ તેઓ અત્યારે તેની માતા માલા સાથે ગુમનામ જીવન જીવી રહી છે.