Cli

આખરે કંટાળીને ટપુએ છોડી દીધો તારક મહેતાનો શો જાણો આ છે મોટું કારણ…

Bollywood/Entertainment Breaking

તારક મહેતાના ઉલ્ટા ચશ્માં શોમાં ટપુનો અભિનય કરનાર રાજ અનડકટ શોમાંથી નીકળી ગયા છે અહીં ટપુ શોમાંથી નીકળવાની જે ખબર આવીછે તે હેરાન કરી દે તેવી છે તારક મહેતાના શોને લઈને અત્યારે વિવાદ થઈ રહ્યા છે કેટલાય એક્ટર શો છોડીને ચાલ્યા ગયા છે જેના પણ કારણ સામે આવ્યા હતા.

શોના પ્રોડ્યુસર અસિત મોદી પર આરોપ લગતા રહ્યા છેકે તેઓ એક્ટરને ફી આપવામાં આનાકાની કરે છે કેટલીક વાર શોના એક્ટર પોતાનું બયાન આપવામાં પણ વિવાદમાં આવી જાય છે તારક મહેતા શોમાં જુના એક્ટરની સંખ્યા ઓછી થતી જાય છે કેટલાક દિવસો પહેલાજ નટુકાકાનું નિધન થયું.

તેના પહેલા અંજલિ મહેતા અને સોઢીએ શો છોડી દીધો દયા બહેન તો પાછલા કેટલાય દિવસોથી શોમાં નથી હવે ટપુ એટલે કે રાજ અનડકટ એ શોને છોડી દીધો છે રાજનું નામ છેલ્લા કેટલાય દિવસોથી મુનમુન દત્ત્તા સાથે જોડાઈ રહ્યું છે વાતને લઈને શોમાં કેટલીક વાર વિવાદ પણ થઈ ચુક્યો છે.

મુનમુન દત્તા આ વાતને લઈને પાછલા દિવસોમાં શોને લઈને ચોખવટ પણ કરી ચુકી છે પરંતુ રાજ આ બધાથી એટલા પરેશાન થઈ ગયા છેકે શોને છોડી દીધો છે 20 ડિસેમ્બરના રોજ ટપુ છેલ્લી વાર શૂટિંગ કરશે તેના બાદ તેઓ સેટ પર પાછા નહીં આવે રાજને શો છોડતા મેકર પણ મુશ્કેલીમાં પડી ગયા છે કારણ કે ટપુની જગાએ નવો એક્ટર શોધવો મુશ્કેલ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *