એમાં એવું હતું કે ચંદ્રિકા સાથે મારી પહેલી મુલાકાત 21 ફેબ્રુઆરી 2025 ના દિવસે થઈ હતી >> ત્યારબાદ અમે લોકો બંને એકબીજાના સંપર્કમાં હતા સતત રિલેશનમાં હતા ત્યાં તેને લગાતાર તારા તેના મમ્મી પપ્પા દ્વારા પ્રતાળિત કરવામાં આવતી હોય છે ટોર્ચર કરવામાં આવતી હોય છે કે તું મોબાઈલ ના રાખ હવે પછી તને ભણવા નથી મૂકવાની અને અમે જ્યાં નક્કી કરેલ છે ત્યાં જ તારે તારા કુટુંબી ભાઈના સાટામાં તારે તારા લગન કરવાના છે 46 ના દિવસે અમે લોકો ઘરથી નીકળે છીએ પાંચ તારીખના દિવસે અમે અમદાવાદ ખાતે સમજૂતી કરાર કરીએ છીએ મૈત્રી કરાર
કરીએ છીએ જોડે રહેવા માટે છેલ્લે તેને બળજબરી પૂર્વક એની કોઈપણ પ્રકારની મરજી વગર તેના માં બાપ જોડે મૂકી દેવામાં આવે છે એ એવું કહે છે કે પોલીસે મારી જોડે ખોટું કર્યું છે દગો કર્યો છે મારો પરિવાર મને ગમે ત્યારે મારી નાખશે તું મને લઈ જા મારે જિંદગીભર તારી જોડે રહેવું છે કે આ તો મને મારી મરજી વિરુદ્ધ લગન કરાવશે એ વાત નહીં માનું તો 100 ટકા મારો પરિવાર મને મારી નાખશે મને એવો શક છે મેં લોકમુખી એવી ચર્ચા સાંભળી છે કે એની હત્યા કરી દેવામાં આવે છે તા પણ એને ગેરકાયદેસર રીતે એનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનું પોલીસ તપાસ કરવામાં નથી આવી કોઈ પોલીસને જાણ કરવામાં નથી આવી કે કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું અને એનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે આ સ્ટોરી તમે જમાવટ પર એક મહિના પહેલા જોઈ હતી ત્યારે સવાલ કર્યો હતો કે શું કોઈ માતા પિતા પોતાની જ સગી દીકરીનો જીવ લઈ શકે અંદાજે એક દોઢ મહિનાની તપાસ ચાલ્યા પછી સવાલનો જવાબ આવ્યો છે હા માં બાપ પર સગી દીકરીને મારી નાખવાનો આરોપ છે દીકરીને ભણાવી ગણાવી ડોક્ટર બનાવી અને અંતે જીવ લઈ લેવાયો શું છે ઘટના અને કેવી રીતે બધું જ છુપાવી દીધા પછી પણ દીકરીના પિતા જડપાઈ
ગયા એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ઉત્તર ગુજરાતમાં ઓનર કિલિંગની ઘટના બની છે બનાસકાંઠાના થરાદના વડગામડાના યુવક હરેશ ચૌધરીને દાંતિયા ગામના માજી સરપંચ સેંધાભાઈ ચૌધરીની દીકરી સાથે પ્રેમ થઈ ગયો દીકરીને પરિવારજ જનો પર વિશ્વાસ ન હતો કે એનો આ સંબંધ સ્વીકારવામાં આવશે કેમ કે પરિજનો એવું ઈચ્છતા હતા કે ચંદ્રિકાના લગ્ન સાટા પ્રથા અંતર્ગત થાય એટલે દીકરીએ હરેશને વાત કરી અને પછી બંને નક્કી કર્યું પરિવારથી દૂર થવાનું હરેશ અને ચંદ્રિકા લિવિન રિલેશનશિપમાં રહેવા લાગ્યા પરિવારજનોને આ સંબંધ પસંદ ન હતો આ દરમિયાન આપને એ પણ જણાવી દઉં કે ચંદ્રિકાબેનને નીટની પરીક્ષા આપી હતી બંને પરિવારથી દૂર મૈત્રી કરાર કરી ઉદયપુરરાજ રાજસ્થાન ખાટુશ્યામ એ જગ્યાઓ પર ગયા ત્યાં રહી રહ્યા હતા એ દરમિયાન ચંદ્રિકાબેનના પરિવારજનો એટલે કે પિતા સેંદાભાઈ અને કાકા શિવરામભાઈ ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે દીકરી મિસિંગ છે. પોલીસને મિસિંગની ફરિયાદ મળી તપાસ શરૂ કરી તો ખ્યાલ આવ્યો કે રાજસ્થાનના ભાલેસરમાં આ બંને રહી રહ્યા છે. થરાદ પોલીસના કર્મચારીઓ અને ચંદ્રિકાબેનના કૌટુંબિક ભાઈ હીરાભાઈ પહોંચ્યા અને ચંદ્રિકાબેનને ત્યાંથી લઈ આવ્યા. પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ
લેવાયું જેમાં ચંદ્રિકાબેને કહ્યું કે એને હરેશ સાથે રહેવું છે પણ સમજાવવામાં આવી એટલે પરિવારજનો સાથે એ ગઈ પરિજનો એને સમજાવીને લઈ ગયા બીજી બાજુ હરેશ પર પ્રોહીબિશન અને મારામારીનો કેસ હોવાથી એને પોલીસ સ્ટેશનમાં જેલમાં રખાયો. એ થોડો સમય થરાદમાં અને થોડો સમય ભરૂચમાં હતો. જ્યારે એને જામીન મળ્યા તો ખબર પડી કે ચંદ્રિકાબેન આ દુનિયામાં નથી. એણે તપાસ કરી તો જાણવા મળ્યું કે ચંદ્રિકાબેને પણ એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એ જેલમાં હતો. દીકરીના પિતાએ અને કાકાએ મળીને દીકરીને પતાવી દીધી છે આ વાત એને જામીન મળ્યા પછી બહાર આવ્યા પછી ખબર પડી હરેશ ચૌધરીએ ચંદ્રિકાબેનના પરિજનો વિરુદ્ધ ફરિયાદ કરી પોલીસમાં તપાસ ચાલી રહી હતી હવે આ ઘટનામાં સત્ય સામે આવ્યું કે પિતાએ જ જે દીકરીને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન જોયું મોટી કરી ભણાવી ગણાવી એનો જીવ પણ લઈ લીધો પોલીસની તપાસમાં સામે આવ્યું કે સિંધાભાઈને એમના વેવાઈ પ્રકાશભાઈનો ફોન આવ્યો હતો કે હરેશ ચંદ્રિકાને ફરીથી ઉપાડી જશે એટલે તમે ધ્યાન રાખજો ત્યાર પછી આ કિસ્સાને ત્યાં જ પતાવી દેવા માટે ચંદ્રિકાબેનના કાકાએ એટલે કે શિવરામભાઈએ ચંદ્રિકાબેનને એમના ઘરે જમાડ્યા દૂધમાં ઊંઘની ગોળી નાખી અને પછી મોડી રાત્રે કાકા
અને પિતાએ દીકરીનું જીવ લઈ લીધું. પોસ્ટમોર્ટમ ન કરવું પડે એટલે વહેલી સવારે 6 વાગ્યે અંતિમ સંસ્કાર પણ કરી દીધા રાત રાતોરાત આ બધી વિધિ પૂરી કરી દીધી અને પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો જેથી ખબર ના પડે આ દરમિયાન જેલમાં રહેલા હરેશને ચંદ્રિકાબેને મેસેજ પણ કર્યા હતા કે તું મને લઈ જા આ લોકો મને મારી નાખશે. ચંદ્રિકાબેનના પિતા સેંદાભાઈ ચૌધરી સાથે અમે વાત કરી જ્યારે આ સ્ટોરી કરતી વખતે તો એમણે ચંદ્રિકાબેનના નિધનનું કારણ કુદરતી હોવાનું જણાવ્યું હતું. હવે પોલીસે સેંદાભાઈ અને શિવરામભાઈ સામે ફરિયાદ નોંધી છે દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસની તપાસ કરી રહ્યા છે દીકરીને વાલનો દરિયો તો કહીએ છીએ પણ જેવી એની સમજ વધે પોતાની જાતે નિર્ણય કરતી થાય યુવાનીમાં પગ મૂકે તો પરિવારમાં ભેદ શરૂ થઈ જાય દીકરીના લગ્નની જાણ માં બાપને થાય તો તરત જ બહુ તીવ્ર પ્રત્યાઘાત આપતા હોય છે આઘાત હતાશા પીડા સમાજમાં આબરૂ જવાનો ભય આ બધી જ લાગણીઓ સ્વાભાવિક છે કે માં બાપને થાય પણ એના કારણે માં બાપ અવિવેકી પગલું ભરે કે પોતાની જ સગી દીકરીનો જીવ લઈ લે એ તો યોગ્ય નથી સ્વમાન માટે જીવ લઈ લેવો એ કેટલું વ્યાજબી કહેવાય જે વ્યક્તિ તમારી સાથે લોહીના સંબંધીથી જોડાયેલી હોય એને
મારી નાખતા જીવ કેમ ચાલ્યો હશે આ પ્રકારની ઘટનાઓ વિકૃત સામાજિક માનસિકતા અને પ્રોત્સાહન આપે છે જે સામાજિક ન્યાયની વિરુદ્ધમાં પણ છે પરિવાર અથવા કોઈપણ સામાજિક વ્યક્તિ દ્વારા સન્માનના નામે કે આબરૂના નામે જીવ લઈ લેવો એ શું સમાજમાં માં ગુનાને પ્રોત્સાહન નથી આપતું. સમાજનો મોટો વર્ગ એવું કહેશે કે પિતાએ બરાબર કર્યું જેણે ભણાવી ગણાવી મોટી કરી એ પિતાને હક છે માન્યું કે પિતાને હક છે દીકરીના જીવનના નિર્ણયો લેવાનો પણ દીકરીના જીવનના નિર્ણયો લેતા પિતાને એ દીકરીની હત્યા કરવાનો હક બિલકુલ નથી પણ વિચારો પ્રેમના નામે તમે જીવ લઈ લીધું શું તમે
તમારી દીકરીને પ્રેમ નહોતા કરતા શું તમારો પ્રેમ બીજા કોઈ પ્રેમ કરતા એટલો બધો વધારે હતો કે તમારે દીકરીનો જીવ લઈ લેવો પડે આ પ્રકારની હિંસાને ઘણા લોકો યોગ્ય ઠેરવે છે. જે લોકો યોગ્ય ઠેરવે છે એ ખુલ્લા મંચ પર માનવ અધિકારની હિમાયત કેમ કરે છે? માં બાપ કેમ મિત્ર બનીને સંતાનને સમજાવી ન શકે કાઉન્સલિંગ થઈ શકે ઘણા બધા રસ્તાઓ છે પણ કોઈનો જીવ લઈ લેવો એ ક્યારેય અંતિમ ઉપાય ન હોઈ શકે. એ દીકરીની વાતથી સહમત નહતા તો એને ત્યાં સમજાવી હોત કે ત્યાં જવાય એવું નથી એને એના સારા ખરાબ પાસાઓ સમજાવ્યા હોત તો બની શકે છે કે કોઈ વચલો રસ્તો કે બીજો કોઈ રસ્તો નીકળી શક્યો હોત પણ જે થયું છે એના કારણે આજે પિતા અને કાકા બંને જેલના સળિયાની પાછળ છે આ ઘટના પર તમારો અભિપ્રાય શું છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર