Cli

કપાસ કરમુક્તના નિર્ણય પર નાણા મંત્રાલયની જાહેરાત! ૫૦% ટેરિફથી ખેડૂતોને કેટલું નુકશાન?

Uncategorized

છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે કપાસનો મુદ્દો અને કપાસ કર મુક્ત કરવાની જે વાત હતી એ વિષય પર ખૂબ વિરોધ થયો એ વિરોધ બાદ સરકારે આજે એક જાહેરાત કરી છે એ વિષય પર વાત કરવી છે ટેરીફથી લઈને ખેડૂતો પર જે અત્યારે નુકસાન ખેડૂતોને જે થઈ રહ્યું છે એના ઉપર વિશેષ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ સરકારે આજે જાહેરાત કરી કપાસની ડ્યુટી મુક્ત આયાત અવધી ત્રણ મહિના માટે વધારી દીધી છે 31 ડિસેમ્બર એને કરી છે આ પગલાનો હેતુ અમેરિકાથી 50 ટકા ઊંચા ડ્યુટીમાં જે આપણે કાપડ અને નિકાસ કરતા હતા એ બધી વસ્તુનો એના કારણે છે

અગાઉ 18 ઓગસ્ટના રોજ નાણા મંત્રાલયે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પર ડ્યુટી મુક્તિને મંજૂરી આપી હતી બાદમાં એનો ખૂબ વિરોધ પણ થયો અને આજે મંત્રાલયે એક પત્ર જાહેર કર્યો જેમાં લખ્યું હતું કે નિકાસ કપાસકારોને વધુ ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્ત કરી છે 30 સપ્ટેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી એ સમયગાળો લંબાવી દેવામાં આવ્યો છે. આમ તો આયાત નિકાસની વાત છે એમાં વેપારીઓ વિશે વાત કરવામાં આવી છે પણ ખેડૂતોને આનાથી નુકસાન અને ખેડૂતો આ વિષય પર ખૂબ વિરોધ કરી રહ્યા હતા.

આના કારણે વેપારીઓને તો ભલે ફાયદો થતો હોય પણ ખેડૂતોને ઘણું નુકસાન થાય એ બાબત હતી એટલે એનો વિરોધ થઈ રહ્યો હતો. આ પગલાના કારણે જે કાપડના શૃંખલાના કાચા માલ જે આવતા હોય છે એના ઉત્પાદકો માટે ગ્રાહકો માટે એ જરૂરી પૈસા જે હોય કે જે કર લગાવવામાં આવતો હતો એનાથી એ બચી શકતા હતા. કાપડમૂલ્ય શૃંખલામાં જે અલગ અલગ વસ્ત્રો આવતા હતા અલગ અલગ કાપડો આવતા હતા એના ઉત્પાદન જે હતા એના સિવાય રત્નો જવેરાત અને ચામડા સહિત ભારત પર જે યુએસથી ડ્યુટી લગાવવામાં આવતી હતી

એમાં 50% નો વધારો જે આપણે કહ્યું જે ટેરીફની વાત હતી એ 27 તારીખથી લાગુ થઈ ગયું અને એના કારણે 50% ટેરીફ લાદ્યા પછી બહુ જ બધા સવાલો થયા કે જો આપણા ઉપર 50 લગાવ્યું છે તો આપણે ભારતથી જે મોકલીએ છીએ એના ઉપર 100% ટેરીફ કેમ નથી લગાવી શકતા આજે અરવિંદ કેજરીવાલે એ વિષય પર પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને એના ઉપર વાત પણ કરી. ગુજરાતના વેપારીઓને જે વાત હતી કે એમને તો આનાથી ફાયદો થઈ શકશે પણ ખેડૂતોને નુકસાન થવાની વાત હતી આ વિષય પર પ્રધાનમંત્રીએ એવું કહ્યું હતું કે હું મારા ખેડૂતો પર ઉની આજ પણ નહી આવવા દઉં 50% ટેરીફ લાદવાની જે વાત જ્યારથી કરવામાં આવી છે ત્યારથી પ્રધાનમંત્રી જેટલી સ્પીચ આપે છે એમાં ખેડૂતોના ફાયદાની વાત કરી રહ્યા છે બીજી બાજુ વેપારીઓને પણ સાચવવાના છે.

આ બધાની વચ્ચે 50% ટેરીફ ખેડૂત અને વેપારી ભારત પર આની ખૂબ મોટી અસર થઈ રહી છે. હજારો કરોડનું નુકસાન અને એવું કહેવાય કે આપણું અર્થતંત્ર છે એના ઉપર ઘણી અસર થવાની છે. લાંબા સમયે જે આંકડા આવશે એના ઉપર આપણે વિશેષ વાત કરીશું પણ અત્યારે તો મંત્રાલયે જે કહ્યું છે એના ઉપર વેપારીઓએ પોતપોતાના નિવેદનો આપ્યા છે. નેતાઓએ પોતાના નિવેદનો આપ્યા છે. જો કે વિપક્ષના નેતાઓનું એવું કહેવું છે કે પ્રધાનમંત્રીએ 27 તારીખથી જે 50% ટેરીફ લાગુ થયો એની સામે જવાબ આપવો જોઈએ. ડોનલ્ડ ટ્રમ્પને જવાબ આપવો જોઈએ.

હવે ભારત પોતાના તરફથી અર્થતંત્રને લઈને શું કરવાના છે એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *