બોલીવુડના મશહૂર સિંગર કેકે પંચતત્વમાં વિલીન થઈ ગયા એમના પુત્ર નકુમે અંતિમ સંસ્કારના બધા રિવાજ પુરા કરીને મુખાગ્નિ આપી આ દરમિયાન વર્ષોવા શમશાન ઘાટમાં હાજર રહેલા લોકો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના કેટલાય સેલિબ્રિટી અને કેકેને ચાહનારા ખુબજ ભાવુક જોવા મળ્યા કેકેના નિધન બાદ દરેક દુઃખી છે.
કેકે ગીતો ગાતા ગાતા આ રીતે દુનિયા છોડી જતા દરેક હેરાન છે જણાવી દઈએ લાઈવ શો દરમિયાન કેકેની તબિયત બગડી અને હોસ્પિટલ જતા જતા કેકેનું નિધન થઈ ગયું સિંગર કેકેના નિધન પર બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં બૉલીવુડ સલમાન ખાન સહિતના સ્ટારે દુઃખ વ્યક્ત કર્યું છે કેકે એ બોલીવુડમાં અનેક હિટ ગીતો આપ્યા છે.
સલમાન ખાન ઐશ્વર્યા રાય અને અજય દેવગણ સ્ટાર ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં તડપ તડપ કે ઇસ દિલસે આહ નિકલતી રહી ગીત ગાઈને રાતો રાત ફેમસ થઈ ગયા હતા કેકેએ એમના કરિયરમાં 200 થી વધુ હિટ ગીતો બોલીવુડમાં આપ્યા છે તેના શિવાય કન્નડ મલાયમ અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો આપી ચુક્યા છે.