ગુજરાતી સંસ્કૃતિ ધરોહરની ઝાંખી કરાવતા ગુજરાતી ચિત્રપટ પર ઘણા બધા કલાકારોએ અભિનય ની છાપ છોડી છે ઘણા કલાકારો આ દુનિયામાં થી ચાલ્યા ગયા છે પણ આજે પણ એમનો અભિનય નો જીવંત સાદ ફિલ્મો માં ધબકે છે આજે આપણે રામાયણ માં નિર્સાદ રાજની ભુમીકા ભજવનાર ગુજરાતી પ્રખ્યાત.
અભિનેતા ચંદ્રકાંત પંડ્યા વિશે વાત કરીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા ચંદ્રકાંત પંડ્યા નો જન્મ 1946 માં બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકાના ભિલડી ગામે થયો હતો તેમના પિતા મુંબઈ બિઝનેસ કરતા હતા ચંદ્રકાંત પંડ્યા નાનપણથી નાટકો ભજવવાના ખૂબ જ શોખીન હતા મુંબઈમાં તેમને.
અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કામ કરી ને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી ગુજરાતી ફિલ્મ કાદુ મકરાણી થી તેઓએ ફિલ્મ જગતમાં પગ મુક્યો ફિલ્મ માનવીની ભવાઈ માં દમદાર અભિનય થકી તેમને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તેમને પોતાના શાનદાર અભિનય થકી.
અનેક એવોર્ડ મેળવ્યા તેમની ફિલ્મો માં જુબાની ના ઝેર માં તેમને મુખ્ય પાત્ર ભજવ્યું એ સાથે ફિલ્મ મૈયર ની ચુંદડી શેઠ જગડુશા ભાદર તારા વહેતા પાણી સોનબાઈની ચુંદડી પાતલડી પરમાર જેવી 100 થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો અને ખુબ લોકચાહના અને નામના પ્રાપ્ત કરી પોતાના ફિલ્મી કેરિયરની.
અંદર તેમને વિવિધ પ્રકારના 7 થી વધારે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા પોતાની 78 વર્ષની ઉંમરે ઉંમર સંબંધીત બીમારી થી મુંબઈમા 21 ઓક્ટોબર 2021 ના રોજ તેમનું નિધન થયું હતું તેમના અંતિમ સંસ્કાર મુંબઈ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.