ભારતીય સંગીત જગતમાં થી વધુ એક એક સ્ટાર આથમી ગયો બોલીવુડના મશહૂર સિંગર કેકે નું નિધન થઈ ગયું છે કેકે મંગળવારે 53 વર્ષની ઉંમરે ફેન્સને રડાવીને ચાલ્યા ગયા છે 23 ઓગસ્ટ 1968 માં જન્મેલા કેકેનું પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં નિધન થઈ ગયું કેકે કોલકત્તામાં શો કરવા ગયા હતા.
કેકે નું પૂરું નામ ક્રિષ્નકુમાર કુન્નથ હતું કેકે એ હિન્દી શિવાય અન્ય કેટલીયે ભાષાઓમાં ગીતો બનાવ્યા છે કેકના હિન્દી સાથે તમિલ કન્નડ તેલુગુ મલાયમ મરાઠી અસમી અને ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ગીતો આપ્યા હતા દિલ્હીમાં જન્મેલ કેકની કર્મભૂમિ મુંબઈ રહી તેઓ મુંબઈ માંજ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
કેકે બાળપણથી ડોક્ટર બનવા માંગતા હતા કેકે એ દિલ્હીમાં વિશ્વવિદ્યાલયમાં કેરોડીમલ કોલેજથી શિક્ષણ લીધું છે ડિગ્રી લીધા બાદ એક હોટેલમાં નોકરી પણ કરી હોટેલની નોકરી કેકેએ 8 મહિના બાદ છોડી દીધી વર્ષ 1991 માં એમના લગ્ન થઈ ગયા હતા અત્યારે દુનિયા છોડી જતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાયો છે.