સાઉથના મશહૂર એક્ટર જગપતિ બાબુને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં જગ્ગુ દાદા તરીકે ઓળખવામાં આવે છે જેઓ 12 ફેબ્રુઆરીના રોજ પોતાનો જન્મદિવસ મનાવે છે જગપતિને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં અત્યારે સુધી લગભગ 30 વર્ષ ઉપર થઈ ગયા છે પોતાના શાનદાર અભિનયથી એમણે લોકોના દિલ જીતી લીધા છે.
જગપતિ બાબુએ પોતાના કરિયરમાં કન્નડ તેલુગુ અને તમિલ સિનેમાના અનેક હિટ ફિલ્મો કરી છે એક્ટર જગપતિ બાબુનું પૂરું નામ વીરામચનેની જગપતિ ચૌધરી છે તેઓ સાઉથના મશહૂર ડાયરેક્ટર વીબી રાજેન્દ્ર પ્રસાદના પુત્ર છે તેમણે 1989માં તેલુગુ ફિલ્મ સિમ્હાસ્વપ્ન ફિલ્મથી પોતાના શરૂઆત કરી હતી.
જગ્ગુ દાદાએ પોતાના કરિયર દરમિયાન લગભગ 120થી વધુ ફિલ્મો કરી છે જગપતિ બાબુને સાઉથમાં એમના અલગ અભિનયથી ખુબજ પસંદ કરવામાં આવે છે પહેલા અભિનેતાનો રોલ કરતા જગુ દાદા અત્યારે ખાસ કરીને વિલેનની ભૂમિકામાં જોવા મળતા હોય છે પોતાના જબરજસ્ત અભિનયથી એમણે 4 વાર.
ફિલ્મ ફેયર એવોર્ડ જીતી ચુક્યા છે તેના શિવાય જગ્ગુ દાદાને સાઉથનો પ્રસિદ્ધ એવોર્ડ નંદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે એક રિપોર્ટ મુજબ જગ્ગુ દાદાને અજય દેવગનની ફિલ્મ તાન્હાજીમાં મહત્વના રોલ માટે ઓફર કરવામાં આવી હતી પરંતુ એમની જોડે સમય ન હોવાથી એમણે ઓફર ઠુકરાવી હતી.