મિત્રતા એક એવો સબંધ છે જેને આપણે ખુદ બનાવીએ છીએ અને તેને જીંદગીભર નિભાવીએ પણ છીએ મિત્ર એજછે જે આપણા સુખ અને દુઃખમાં સાથ આપે એવીજ કેરળના ત્રણ મિત્રોની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમને મિત્રતાની મિશાલ ઉભી કરી છે હરકોઈ એમની પ્રંશસા કરી રહ્યું છે હકીકતમાં.
કેરળના કોલ્લમ જિલ્લાના સંધામ કોટામાં દીવી કોલેજના બીકોમમાં અલીફ મોહહમદ અર્ચના અને આર્યા ભણે છે ત્રણે મિત્રોમાં અલીફ વિકલાંગ છે તેનો જન્મ પગ વગરજ થયો હતો પરંતુ અલિફના મિત્રો તેના શિક્ષણ વચ્ચે તેની વિકલાંગતાને ક્યારેય આવવા દેતા નથી અલીફની બંને મિત્રો અર્ચના અને આર્યા રોજ.
અલીફને કોલેજ લઈ જવાનો અને લાવવાનું કામ કરે છે કારણ કે અલીફની વિકલાંગતા તેને કોલેજ આવવા જવા આડે ન આવે જયારે રેડિટ પર અલીફ અને બંને મિત્રોનો એક વિડિઓ પણ સામે આવ્યો છે અહીં વિડીઓમાં જોઈ શકાય છેકે અલીફને એક હાથે અર્ચનાએ પકડ્યો છે અને બીજા હાથને આર્યાએ.
બંને આરીફને લઈને જઈ રહ્યા છે વિડીઓના કેપશનમાં લખ્યું છેકે પગ વગરજ જન્મેલ અલીફ મોહમદના મિત્રો તેની વિકલાંગતાને કોલેજ આવવા જવા વચ્ચે આવવા દેતા નથી અહીં આ વિડિઓ હિન્દૂ મુસ્લિમ એકતાનો પરિચય કરાવી રહ્યો છે જેને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.