કોમેડી શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં છેલ્લા કેટલાય સમયથી દર્શકોનું મનોરંજન પૂરું પાડે છે આજે પણ ટીઆરપીના મામલામાં તમામ સીરિયલને પાછળ છોડી છે સિરિયલ દ્વાર તમામ કલાકારો લોકોના દિલમાં જગ્યા બનાવી છે એજ કારણે આજકાલ કેટલીય તસ્વીર સોસીયલ મીડિયામાં સેર થતી રહે છે જેને ચાહકો ખુબ પ્રેમ આપતા હોય છે.
અત્યારે તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના એક કલાકારની જૂની તસ્વીર વાયરલ થઈ છે તેને જોઈને ખુદ પોતે કલાકાર પણ નતા ઓળખી શક્યા જણકારી માટે જણાવી દઈએ આ તસ્વીર બીજા કોઈ નહીં પરંતુ શોમાં શાયરી અને ડાયલોગથી મનોરંજન પૃરુ પાડતાં અને અત્યારે તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેશ લોઢાની તસ્વીર છે.
જેમાં તમે જોઈ શકોછો કે શૈલેષ લોઢા કેટલા દુબળા પાતળા દેખાઈ રહ્યાછે આ તસવીર જોયા પછી પણ તેમણે તેમના પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ છે શૈલેશ લોઢાએ આ તસવીર સેર કરતાં લોકોએ અલગ અલગ કોમેટો કરી હતી જેમાં કેટલાક તો તેમને કપિલ દેવ કહી રહ્યા હતા.
આ તસવીર શૈલેષ લોઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છેકે હું મારી જાતને ઓળખી શકયો ન હતો તસવીર તે સમયની છે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે સંકળાયેલ ન હતા આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.