Cli
બંને પગે દિવ્યાંગ ની માતા છોડીને ચાલી ગઈ, જીવી રહ્યો છે દુઃખદ જીંદગી, જાણી તમે પણ રડી પડશો, મદદે આવ્યા...

બંને પગે દિવ્યાંગ ની માતા છોડીને ચાલી ગઈ, જીવી રહ્યો છે દુઃખદ જીંદગી, જાણી તમે પણ રડી પડશો, મદદે આવ્યા…

Breaking

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર રસ્તે રઝડતા આસરા વિનાના દિવ્યાંગ લોકોને હંમેશા મદદ માટે દોડી પહોંચતા પોપટભાઈ આહીર પોતાની સેવાકિય પ્રવૃત્તિઓ ને લઈને ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં પોપટભાઈ આહીર મહુવાના હાઈવે પાસે એક વિસ્તારમાં આવી પહોંચ્યા હતા ત્યાં એમને માહીતી મળી હતી.

તેઓએ બંને પગે થી દિવ્યાંગ યુવકની મુલાકાત લેતા તેમને જાણવા મળ્યું કે યુવાન બંને પગેથી દિવ્યાંગ હતો જન્મજાત તેની પોલિયોની અસર હતી પરંતુ તેને સરકાર તરફથી મળેલી વિલ ચેર તેનો કોઈ ઉપયોગમાં આવતી નહોતી તે એ ચલાવવામાં અસમર્થ હતો તેને પોતાની વેદના મુક્ત પોપટ ભાઈ ને જણાવ્યું હતું કે હું મારા પિતા અને.

કાકા કાકી સાથે રહું છું મારી મા મને અને પિતાને છોડીને વર્ષોથી ચાલી ગઈ છે પોપટભાઈએ તેમનું ઘર જોતા ખૂબ જ જર્જિત ઘર અને ગરીબી ની વચ્ચે આ યુવાન રહેતો હતો પોપટભાઈ આહીર એ તેની સ્થિતિ જોતા સરકાર તરફથી મળેલી વ્હીલ ચેર તેના કોઈ ઉપયોગમાં આવી નહોતી તેને એ ભંગારમાં નાખી દીધેલી હતી.

પોપટભાઈ આહીર ને તે યુવાને જણાવ્યું કે સાહેબ હું ખૂબ જ દુઃખી છું મારે બધાની જેમ ચાલુ છે પણ મારા પગ અસમર્થ છે હું વર્ષોથી આ હાલતમાં છું મને એક જગ્યાથી વિજય જવા માટે ખૂબ જ તકલીફ પડે છે સાયકલ લેવા માટે મારી પાસે પૈસા નથી પોપટભાઈ તેની હાલત જોતા તેને જણાવ્યું કે ભાઈ તમારા માટે હું સાયકલ ની વ્યવસ્થા કરું છું.

તો એ દિવ્યાંગ યુવક ની આંખોમાં હરખ ના આંસુ જોવા મળ્યા તે ખૂબ જ ખુશ થઈ ગયો પોપટભાઈ આહિરે તેને પોતાની સાથે પોતાની ગાડીમાં બેસાડીને મહુવામાં આવેલા પોતાના સોશિયલ મીડિયા આશ્રમ પર લઈ જઈને ત્રણ વીલ વાળી હાથ વડે ચલાવવાની સાયકલ ભેટ આપતા જણાવ્યું કે આ એવા પરિવાર તરફથી આપને ભેટ આપવામાં આવે છે.

જેમનું પોતાનું નામ જણાવ્યું નથી અમે માધ્યમ બનીએ છીએ લોકોના પ્રેમ આશીર્વાદ અને સાત સહકારના કારણે આ બધું શક્ય છે આભાર એ પરિવારનો માનો જેને આપની મદદ કરી છે પોપટભાઈ આહીર તે યુવાનને સાયકલ પર બેસાડીને તેને ચલાવતા શીખવાડ્યું દિવ્યાંગ યુવકે પોપટભાઈ ને કહ્યું કે માતાજી ભગવાન તમને ઘણું બધું આપે અને હંમેશા તમને સુખી રાખે.

પોપટભાઈ આહીર જણાવ્યું કે આપની જે પરિવારે મદદ કરી છે તેમને પણ ભગવાન ખુશ રાખે અને લોકોને પણ અપીલ કરી કે આવા અનાથ બે સહારા દિવ્યાંગ લોકોની હંમેશા મદદ કરો એટલા માટે જ અમે વિડીયો બનાવીને આપની સામે રજૂ કરીએ છીએ જેનાથી લોકો ને પ્રેરણા મળે અને લોકો પણ અમારી જેમ આગળ આવીને આવી રીતે લોકોને મદદ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *