કહેવાય છે ને પહેલો પ્રેમ ક્યારેય નથી ભૂલાતો.કામમાં વ્યસ્ત રહેવા છતાં,વર્ષો વિતી જવા છતાં ગમતી વ્યક્તિ વિશે એક શબ્દ પણ સાંભળીએ તો એના વિશે જાણવાનું મન થઈ જતું હોય છે હાલમાં આવી જ સ્થતિ થઈ છે ડિમ્પલ કાપડિયાની.સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના અફેર વિશે તો તમે જાણતા જ હશો.
વર્ષ ૧૯૮૪માં એક ફિલ્મથી શરૂ થયેલું આ અફેર ભલે લગ્નની મંજિલ સુધી ન પહોચ્યું હોય પરંતુ સમય સમય પર સની દેઓલ અને ડિમ્પલની લાગણીઓ અકબંધ હોવાનો અનુભવ જરૂર કરાવતું રહ્યું છે હાલમાં સની દેઓલની ફિલ્મ ગદર -૨ ની ચારે તરફ ચર્ચા થઈ રહી છે એવામાં ડિમ્પલ કાપડિયા પણ સનીની ફિલ્મ જોવા થિયેટર પહોંચી હતી.જો કે થિયેટરથી બહાર આવતા જ ડિમ્પલ કારમાં બેસી ગઈ હતી.
ડિમ્પલ કાપડિયા મીડિયા ને જોતા જ માથુ નીચું કરી અજાણ હોય એ રીતે કાર તરફ ચાલી ગઈ હતી જો કે સની દેઓલ અને ડિમ્પલના અફેરની વાત કરીએ તો આ પહેલા બંને લંડનના રસ્તાઓ પર એકસાથે બેસેલા જોવા મળ્યા હતા.વર્ષ ૨૦૧૭માં બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જણાવી દઇએ કે ડિમ્પલે ફિલ્મ પહેલા જ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા તો સની દેઓલના પણ તે સમયે લગ્ન થઈ ગયાં હતાં.હાલમાં સની દેઓલના બે દીકરા છે.તો ડિમ્પલ કાપડિયા ને બે દીકરીઓ છે.