સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે ઘટના બન્યા બાદ પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારમાં હૈયાફાટ રુદન થઈ રહ્યું છે રક્ષાબંધન આવે એ પહેલા જ બહેને પોતાનો માસુમ ભાઈ ગુમાવી દીધો છે ઘટના કંઈક સાયલા તાલુકામાં આવેલું શિરવાણીયા ગામની છે પુરા પરિવારમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
હકીકતમાં ધ્રુમિલ નામનો બાળક ધોરણ 6 માં પોતાના ગામ શિરવાણીયામાં અભ્યાસ કરે છે સ્કૂલ છૂટે ત્યારે તે પોતાના ઘરે આવી જતો હતો પરંતુ એ દિવસે ખબર નહી ઉપર વાળાને કંઈક બીજું મંજુર હશે પુત્ર ઘરે આવવાની જગ્યાએ પોતાની વાડીએ ચાલ્યો ગયો હતો આ બાજુ પરિવાર પણ બહુ ચિંતિત થઈ ગયો કારણ એમનો પુત્ર ટાઈમ વીતી ગયો છતાં ઘરે આવ્યો ન હતો.
હકીકતમાં ધ્રુમિલ પોતાની વાડીએ બનેલ હોજમાં નાવા પડ્યો હતો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું આ બાજુ ધ્રુમિલ ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી વાડીએ જઈને તપાસ કરી તો પિતાને પગ તળેથી જમીન શરકી ગઈ એમનો પુત્ર વાડીએ થી મૃત હાલતમાં મળી આવ્યો પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા.
ધ્રુવિલ ભણવામાં ખુબ જ હોશિયા હતો તેની સ્કૂલના વર્ગમાં તેનો પ્રથમ નંબર આવતો પરંતુ આજે તેના જવાથી પુરા પરિવારમાં જાણે આભ તૂટી પડ્યું પરિવારે પોતાના એકના એક ને પુત્રને ખોઈ દેતા પરિવાર ભાંગી પડ્યો છે રક્ષાબંધન જેવો તહેવાર આવી રહ્યો છે એક બહેને પોતાના ભાઈને ખોઈ દીધો છે ધ્રુવિલની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.