ગુજરાતમાં ઘણા કલાકારો એવા છે જેવો આજે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પરંતુ તેમનું નિજી જીવન હંમેશા લોકોથી અજાણ રહ્યું હોય છે સંઘર્ષ સમય જીવન બાદ તેઓ એ ઊંચાઈ પર પહોંચી જતા હોય છે જેની કલ્પના પણ લોકો ની જાણ બહાર હોય છે પરંતુ તેમના સંઘર્ષ સમય જીવન દરમિયાન તેમને કોઈ ઓળખતું હોતું નથી.
આજે ગુજરાતમાં પોતાના આગવા અંદાજમાં લોકોને હસાવનાર સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા ધીરુભાઈ સરવૈયા ની જિંદગી પણ ખૂબ જ સર્ઘષમય રહી હતી આજે પણ ધીરુભાઈ સરવૈયા પોતાના મુળ ગામ લોધીકા તાલુકાના ખીરસરા ગામે વસવાટ કરે છે સુદંર આલીસાન મકાન ની બાજુમાં તેમનું ખેતર આવેલું છે.
અને આજે પણ તેઓ ખેતી કરે છે શરુઆત માં ધિરુભાઈએ આર કે ફોર્જીગ પ્લાંટ માં દૈનીક 15 રુપીયાના પગારે નોકરી છ વર્ષ સુધી કરી હતી તેમના માં ઘણું ટેલેન્ટ હતું કોલેજમાં તેઓ એ પોતાનો પ્રથમ પ્રોગ્રામ આપ્યો હતો જેના માટે તેમને 10 રુપીયા મળ્યા હતા માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ.
ખૂબ જ લોકપ્રિય બન્યા આજુબાજુના ગામડાઓમાં તેમની કલા અને હાસ્યનો ડંકો વાગવા લાગ્યો લોકવાર્તાઓ ધીરુભાઈ સરવૈયા ના કંઠે વહેવા લાગવી 1994 માં તેમને હેમંત ચૌહાણ સાથે અમેરિકામાં પ્રથમ પ્રોગ્રામ આપ્યો ધીરે ધીરે તેઓ ખૂબ મોટા કલાકાર બનીને સામે આવ્યા તેમનો અવાજ લોકોએ ખૂબ જ પસંદ કર્યો અમેરિકા ઇંગ્લેન્ડ સિંગાપોર દુબઈ જેવા ઘણા દેશોમાં તેઓ 40 થી વધારે પ્રોગ્રામ આપી ચુક્યા છ.
તેમને પોતાના 31 વર્ષ ના સમયમાં 50 થી વધુ આલ્બમ આપ્યા છે આજે તેઓ મહીનામાં 15 કાર્યક્રમ આપે છે માત્ર દસ રૂપિયાથી શરૂઆત કરનાર ધીરુભાઈ સરવૈયા આજે પોતાના એક પ્રોગ્રામ માટે 60 હજાર થી લઈને દોઢ લાખ સુધીની થી વસૂલ કરે છે એ છતાં પણ તેઓ.
કોઈ શહેરમાં રહેતા નથી તેઓ આજે પણ પોતાના ગામડામાં રહે છે અને એકદમ સાદગી ભર્યું જીવન વ્યતિત કરે છે લોક સેવાના કાર્યોમાં પણ પ્રથમ આગળ રહીને હંમેશા તેઓ જોવા મળે છે આજે પણ તેઓ પોતાના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળે છે.