બોલીવૂડના હીમેન કહેવાતા ધર્મેન્દ્રને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, તેનાથી દરેક વ્યક્તિ દુઃખી છે. તેમના ચાહકો પણ ચિંતામાં છે. ધર્મેન્દ્રને મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીઉમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રની હાલની ઉંમર 89 વર્ષ છે. તેમણે બે લગ્ન કર્યા છે.
તેમની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર અને બીજીનું નામ હેમા માલિની છે.ઘણા લોકો માને છે કે ધર્મેન્દ્રનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો, પરંતુ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. હવે જાણીએ કે ધર્મેન્દ્ર હિંદુ છે કે મુસ્લિમ અને તેઓ કયા ધર્મને માને છે.
કહવામાં આવે છે કે ધર્મેન્દ્રનું દિલ હેમા માલિની પર 1975માં આવેલી ફિલ્મ શોલે પછી આવ્યું હતું. તે સમયે હેમા ધર્મેન્દ્રને માત્ર પોતાના સિનિયર તરીકે જ માનતી હતી અને કામ કરતી હતી. ત્યારબાદ ફિલ્મના સેટ પર બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. હેમાને ખબર હતી કે ધર્મેન્દ્ર પહેલેથી જ વિવાહિત છે, તેથી તેમણે લગ્ન કરવા માટે મન નહોતું બનાવ્યું.
હેમાના માતા-પિતા પણ આ લગ્ન માટે રાજી નહોતા. હેમાની માતાએ ગિરીશ કર્નાડ, સંજીવ કુમાર અને જીતેન્દ્ર જેવા અભિનેતાઓને હેમાના પતિ તરીકે પસંદ કર્યા હતા, પરંતુ ધર્મેન્દ્ર આ સંબંધો તોડાવી દેતા.અંતે હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માટે સ્વીકાર કર્યો અને ધર્મેન્દ્રએ પણ નક્કી કર્યું કે તેઓ હેમા માલિની સાથે જ લગ્ન કરશે. હિંદુ મેરેજ એક્ટ મુજબ બે લગ્ન કરવાનો પ્રાવધાન નથી, આ વાત ધર્મેન્દ્રને ખબર હતી. કહેવાય છે કે હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. તે સમયની મેગેઝીનોમાં તેમના ધર્મપરિવર્તનના પુરાવા પણ પ્રકાશિત થયા હતા.
પરંતુ ધર્મેન્દ્રએ આ બાબતે ક્યારેય ખુલાસો કર્યો નહોતો.પછી રાજકીય પ્રચાર દરમિયાન ધર્મેન્દ્રએ પોતાને આર્યસમાજી ગણાવ્યા હતા. તેમણે પોતાને મુસ્લિમ ગણાવનારા બધા દાવાનો ખંડન કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો નથી અને તેઓ મુસ્લિમ બન્યા નથી.
ધર્મેન્દ્રએ પ્રથમ લગ્ન વર્ષ 1954માં પ્રકાશ કૌર સાથે કર્યા હતા, તે વખતે તેમની ઉંમર 19 વર્ષની હતી. પ્રથમ પત્ની અને ચાર સંતાનો હોવા છતાં, તેમને બીજી વાર પ્રેમ થયો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે વર્ષ 1980માં તેમણે હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.આ લગ્નથી દુનિયા જેટલી આશ્ચર્યચકિત થઈ હતી એટલા જ પ્રકાશ કૌર અને તેમના બાળકો પણ દુઃખી રહ્યા હતા.હાલ આ વીડિયોમાં એટલું જ. તમે શું કહેશો? અમને કોમેન્ટમાં લખીને જરૂર જણાવો. .