શોલે ફિલ્મના વીરુ અને બસંતી એટલે કે ડ્રીમ ગર્લ હેમામાલિની અને ધર્મેન્દ્રની જોડીને નાપસંદ કરનાર વ્યક્તિ તમને ભાગ્યે જ મળશે એક સમયે સાથે ફિલ્મો કરનાર આ જોડી આજે પણ ધ્રમેન્ડ અને હેમામાલિની ના ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે. એ વાત તો બધા જ જાણે છે કે ધર્મેન્દ્ર ના હેમામાલિની સાથે બીજા લગ્ન હતા.
ફિલ્મોમાં આવ્યા પહેલાં જ ધર્મેન્દ્રના લગ્ન પ્રકાશ કૌર નામની યુવતી સાથે થઈ ગયા હતા અને ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ચાર બાળકો હતા સની દેઓલ, બોબી દેઓલ અજિત વિજતાં જેમાં સની દેઓલ અને બોબી દેઓલ હાલમાં પણ બોલીવુડમાં કાર્યરત છે હવે તમને પ્રશ્ન થશે કે જો ધર્મેન્દ્ર પોતાની પત્ની સાથે ખુશ હતા તો તેમને બીજા લગ્ન શા માટે કર્યા? તો તમારા આ પ્રશ્નો નો જવાબ આજે અમે તમને આપીશું.
જ્યારે ૭૦ના દાયકામાં હેમામાલિની ફિલ્મોમાં કામ કરી રહી હતી ત્યારે સંજીવ કુમાર થી લઈને જીતેન્દ્ર સુધીના અનેક કલાકારોએ હેમામાલિની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અરે અભિનેતા જીતેન્દ્ર તો સંજીવ કુમારનો લગ્ન પ્રસાવ લઈ હેમામાલિની સમજાવા ગયા હતા પરંતુ હેમામાલિની ને જોયા બાદ તેઓ પોતે જ તેમના પ્રેમમાં પડી ગયા આ એ સમય હતો જ્યારે ધર્મેન્દ્ર અને હેમામાલિની એક સાથે ફિલ્મ કરી રહ્યા હતા અને તેમના સંબંધની ચર્ચાઓ વધવા લાગી હતી.
આવામાં અભિનેતા જીતેન્દ્રને હેમામાલિની સાથે ફિલ્મમાં કામ મળ્યું અને ફિલ્મનું શુટિંગ પૂરું કર્યા બાદ જીતેન્દ્ર હેમામાલિની ના ઘરે તેમના પરિવારને લઈ પહોંચી ગયા હતા પરતું અચાનક જ હેમામાલિનીને જિતેન્દ્રની ગર્લફ્રેન્ડ વિશે જાણ થતા સંબંધ શરૂ થતા પહેલાં જ પતી ગયો બાદમાં હેમામાલિની અને ધર્મેન્દ્રએ બીજો ધર્મ સ્વીકારી લગ્ન કરી લીધા હતા તમને જણાવી દઈએ કે હેમામાલિની અને ધર્મેન્દ્રની ઉંમર વચ્ચે ૧૩ વર્ષનો ફર્ક છે.