ગુજરાતમાં લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં ખૂબ મોટા વિવાદમાં ફસાયા છે રાજકોટ સરેશ્વર ચોક નજીક છ ડિસેમ્બરના રોજ બિલ્ડર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના બે સાગરીતો એ મળીને જાનલેવા હુમલો કર્યો હતો અને મયુરસિંહ રાણા ને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મયુરસિંહ રાણા ને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મયુરસિંહ રાણ ના પરિવારજનો એ દેવાયત ખાવડ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ઘટના બાદ સતત દસ દિવસથી દેવાયત ખાવડ ફરાર હતો અને આ દરમિયાન દેવાયત ખાવડના પરિવારજનો ન્યાયની માંગણી કરતા ઘણા આવેદન પત્ર પોલીસ.
કમિશનર પાસે આપ્યા હતા પરંતુ દેવાયત ખવડ ની કરવામાં આવી નહોતી આ ઘટના ની માહિતી પીએમઓ ઓફિસ ખાતે મોકલવામાં આવતા દેવાયત ખાવડ સામે ચાલીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો જેને રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ દેવાયત ખવડની પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં તેની સાથે રહેલા બે આરોપીઓ કોણ છે તેની માહિતી મેળવવા માટે સતત પોલીસ કડક કાર્યવાહી હાથ ધરીને પૂછપરછ કરી રહી હતી એ વચ્ચે દેવાયત ખવડના સાથે રહેલા બે આરોપીઓ પોલીસ પાસે આવીને શરણાગતિ સ્વીકારી છે જેમાં હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુભારંવાડીયા હાજર થયા હતા.
પોલીસે આ બંને આરોપીની ધડપકડ કરી લિધી છે અને તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે એ વચ્ચે દેવાયત ખાવડના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી કેમેરા ફુટેજમાં દેવાયત ખાવડનો ચહેરો દેખાતો નથી દેવાયત ખાવડ વિરુદ્ધ 307 ની કલમ હેઠળ કાર્યવાહી જે કરી છે તે ખોટી છે એમ જણાવતાં દેવાયત ખાવડ નો બચાવ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના ની તપાસ હાથ ધરવામાં આવી છે બચાવપક્ષ માં દેવાયત ખાવડ ના વકીલે આ ઘટનામાં દેવાયત ખાવડ ને ફસાવવામાં આવ્યા છે એવું જણાવવામાં આવ્યું છે અને આ કેશ ને પ્રોસક્યૂટેશન માની ને કાર્યવાહી હાથ ધરવી જોઈએ એવી માગં કરીને સીસીટીવી કેમેરા માં દેવાયત ખાવડ નો ચહેરો દેખાતો નથી એવી રજુઆત કરવામાં આવી છે.