સાળંગપુર હનુમાન મંદિરમાં લોકોની આસ્થા દિન પ્રતિદિન વધી રહી છે.ખાસ કરીને યુવાનો સાળંગપુર હનુમાનમાં અતૂટ શ્રદ્ધા રાખી રહ્યા છે.જેને કારણે આ મંદિર અવારનવાર ચર્ચામાં આવતું હોય છે.
થોડા વર્ષ પહેલા જ આ મંદિરમાં હનુમાનની ૫૪ ફૂટની પ્રતિમા મુકવામાં આવી હતી જેને લોકોનુ ધ્યાન ખેંચ્યું હતું.
એ દિવસ બાદ હાલમાં ફરી એકવાર આ મંદિર ચર્ચામાં આવી ગયું છે.જો કે હાલમાં મંદિરની મૂર્તિની નહિ પરંતુ મૂર્તિ નીચે કરવામાં આવેલા ચિત્રોને કારણે વિવાદ થઈ રહ્યો છે.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાં આ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો
છે.હાલમાં સાધુ સંતો તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ સાળંગપુર મંદિર વિવાદ અંગે પોતાનું નિવેદન આપી રહ્યા છે એવામાં હાલમાં લોકગાયક દેવાયત ખવડે પણ એક વીડિયો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર નિશાન સાધતા કહ્યું તમે હનુમાન અંગે શું જાણો છો?તેઓ શિવજીના ૧૧માં અવતાર છે.તમે ઇતિહાસ અને ધર્મ અંગે વાંચો.તમે જાણો છો કે સહજાનંદ સ્વામી કોણ હતા?વધુમાં તેમણે કહ્યું કે અમારે આવા ડાયરા કરવા નથી.