Cli

આંખે રોશની ન હોવા છતાં ડીસાના આ ભાઈ રંગબેરંગી નામ લખેલા ખાટલા ભરે છે…

Ajab-Gajab

મમિત્રો ગુજરાતીમાં કહેવત છેને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આ કહેવતને સાર્થક કરી બતાવી છે બનસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામના દશરથભાઈ જોશીએ કારણ કે આંખે દિવ્યાંગ હોવા છતાં તેઓ એવી ડિઝાઇનમાં ખાટલા ભરેછે કે ખાટલો જોનારની નજરો હટેજ નહીં.

એક ખેડૂત પરિવારમાં જન્મેલા દશરથભાઈ જયારે એમનો જન્મ થયો ત્યારે એમને 10% જેટલું દેખાતું હતું પરંતુ ધીરે ધીરે એમને થોડું દેખાવા લાગ્યું જયારે છેલ્લા 4 વર્ષથી એમને બિલકુલ દેખાતું નથી તેઓ એના કારણે ધોરણ સાત સુધી અભ્યાસ કરી શક્યા એમનમાં લગ્ન થયા જેના થકી ત્રણ બાળકો છે એમની અત્યારે 35 વર્ષ ઉંમર છે.

જયારે એમને બિલકુલ ન દેખાતા દશથભાઈએ હાર ના માની અને પોતાની રોજી રોટી માટે ખાટલા ભરવાનું શરૂ કર્યું આમ પણ બાળપણથી એમને ખાટલા ભરવાનો બહુ શોખ હતો ધશરથભાઈએ એમના ભાઈ જોડે યૂટ્યૂબ દ્વારા ખાટલા ભરવાની પદ્ધતિ જાણી અને એમને અલગ અલગ પ્રકારના ખાટલા ભરવાની સફળતા મળી ગઈ.

ધશરથભાઈને બિલકુલ નથી દેખાતું છતાં તેઓ અત્યારે રંગબેરંગી ખાટલાઓ ભરે છે જેમાં ખાટલામાં નામ લખવું ડિઝાઇન બનાવવી જેવા અનેક પ્રકારના અત્યારે તેઓ ખાટલા ભરે છે અત્યારે ડીસા પંથકમાં એમના ખાટલા પણ જાણીતા બન્યા છે અત્યારે એમનો પરિવાર પણ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *