સૂર્યમંડળ આધારિત ખેતી: ડાંગ સાપુતારાના કિશોરભાઈ પટેલે ચીખલીમાં સૂર્યમંડળ આધારિત ખેતીનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં ઓછી જમીનમાં બમણું ઉત્પાદન, પાણી બચત પણ થઈ રહી છે, હાલ ઇન્ટર્નશીપના માધ્યમથી તેઓ યુવાનોને આ ખેતી શિખવી રહ્યા છે અને રોજગારીનો વિકલ્પ ઉભો કરી રહ્યા છે.
ડાંગ: હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ (અનિયમિત વાતાવરણ અને તાપમાન)ને કારણે ચોમાસું સિઝન ન હોવા છતાં વરસાદ તથા ગરમીની સિઝનમાં વધુ પડતી ગરમી પડવા જેવી બાબતો સામાન્ય ખેતી માટે મોટો પડકાર ઊભો કરી રહી છે. આ સમયે કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં એક ખેડૂત મિત્રએ ખેતી ક્ષેત્રે એક નવી ક્રાંતિકારીનો ઉપાય શોધી કાઢ્યો, ‘સૂર્યમંડળ આધારિત ખેતી’. જે ખેતી કરવાની પદ્ધતિમાં ઓછી જમીનમાં વધુ પાક લેવા માટે જ નહીં, પરંતુ પાણીની બચત અને શૂન્ય ખર્ચની ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

વિગતવાર વાત કરીએ તો, ડાંગ જિલ્લાના ચીખલી (સાપુતારા નજીક) ખાતે રહેતા પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે ‘સૂર્યમંડળ આધારિત ખેતી’ (Solar System Farming) મોડેલ અપનાવીને સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું છે. આ પદ્ધતિમાં ખેતરની રચના સૂર્યમંડળના આકાર જેવી કરવામાં આવે છે, જેમાં અલગ-અલગ વલયો (રીંગ) પાડવામાં આવે છે.
શું છે આ સૂર્યમંડળ આધારિત ખેતી? આ ખેતી માટે સૂર્યમંડળના આકાર જેવી રચના કરવામાં આવે છે, જેના મધ્યમાં મુખ્ય કેન્દ્ર તરીકે કેળાનું ઝાડ રોપવામાં આવે છે અને આસપાસમાં અલગ-અલગ વલયોમાં કંદમૂળ, લીલા પાંદડાવાળી ભાજી, રીંગણ, ટામેટાં, મરચાં અને બ્રોકલી જેવા શાકભાજી ઉગાડવામાં આવે છે. સાથે જ ખેતરની ફરતે વેલાવાળા પાક લેવામાં આવે છે, જેથી ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે.
સૂર્યમંડળ આધારિત ખેતીનો ફાયદો: કિશોરભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આ ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. જેમાં જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રાસાયણિક ખાતરનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ ખેતીમાં 30 દિવસમાં માત્ર બે જ વાર પાણી આપવાની જરૂર પડે છે, જે પાણીની અછતવાળા વિસ્તારો માટે ઉત્તમ છે. આ પદ્ધતિમાં નિંદામણનો પ્રશ્ન પણ નહિવત્ રહે છે.
કિશોરભાઈનો આગવો અનુભવ: આ અંગે કિશોરભાઈ પટેલે જણાવ્યું કે, ‘મેં અહીં મોડેલ ફાર્મની અંદર સૂર્યમંડળ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. આ માટે મેં મોડેલ ફાર્મમાં ત્રણ ભાગ પાડ્યા છે. આ ત્રણ ભાગમાંથી એક ભાગમાં કંદમૂળ વાળા પાકો (બટાટા, ડુંગળી અને લસણ) વાવ્યા છે, જ્યારે બીજા ભાગમાં લીલા પાંદડાવાળા શાકભાજી ઉગાડ્યા છે, જ્યારે ત્રીજા ભાગમાં બહારની બાજુએ વેલા વાળી પાકો (
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ મોડેલથી ફાર્મિંગ કરવામાં શાકભાજીઓ, રીંગણ, ટામેટાં, મરચાં, બ્રોકલી વગેરે જેવા પાકો પણ લઈ શકાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે, આ પ્રકારની ખેતીમાં નિંદામણની કોઈ જરૂર રહેતી નથી અને આ ખેતી ગાય આધારિત હોવાથી તેમાં માત્ર જીવામૃતનો છંટકાવ કરવાનો હોય છે, જેથી આ ખેતીમાં ઝીરો ખર્ચ સામે વધુ આવક મળે છે અને પ્રાકૃતિક રીતે ઉગેલો પાક-શાકભાજીનું વેચાણ પણ સારી રીતે થઈ શકે છે.