ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવા અને પરોપકારના કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા પોપટભાઈ આહીર જેવો હંમેશા રસ્તા પર રજડતા ભિક્ષુકો અને જેનું કોઈ સહારો નથી એવા માનસિક અશક્ત લોકો ની સહાયતા કરીને તેમને પોતાના આશ્રમમાં સ્થાન આપે છે તેમને પહેરવા કપડા અને રહેવા માટે આશરો આપે છે.
સોશિયલ મીડિયા આશ્રમ સાથે ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા પોપટભાઈ આહીર તાજેતરમાં ભાવનગર ઉના હાઇવે પર એક ફોન આવતા પહોંચ્યા હતા ત્યાં ત્રણ વર્ષથી એક દાદા રસ્તા પર આવેલી સુમસાન જગ્યા પર રહેતા હતા પોપટભાઈ આહીર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે દાદાની હાલત જોઈને તેઓ હેરાન રહી ગયા.
એકદમ ફાટેલા તૂટેલા કપડા અને મેલા દાઢ હાલતમાં દાદા જોવા મળ્યા હતા ખૂબ જ લાંબા વાળ અને ડાઢી સાથે હાથમાં રહેલી તૂટેલી પાણીની બોટલ સાથે તેઓ કશું જણાવી રહ્યા ન હતા તેમની માનસિક હાલત બીમાર દેખાતી હતી પોપટભાઈએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે દાદાએ અનેક પ્રયત્નો થકી.
જણાવ્યું કે હું કાનપુર થી છું અને મારું નામ વિઠ્ઠલભાઈ છે આગળ તેઓ કશું જ ન બોલ્યા પોપટભાઈએ તેમને પોતાના આશ્રમ માં લાવવાનો પ્રયત્ન કરતા પહેલા આ નાકાની કરવા લાગ્યા અનેક પ્રયત્નો થકી તેઓ ને આજુબાજુના લોકોની મદદથી ગાડીમાં બેસાડ્યા અને સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ લઈને.
આવ્યા તેમની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવા પોપટભાઈએ તેમના વાળ અને દાઢી ને કાપીને નવડાવી સ્વચ્છ કપડા પહેરાવ્યા અને તેમને જમવા માટે ભોજન ની વ્યવસ્થા કરાવી સાથે પોતાના સોશિયલ મીડિયા આશ્રમ પર જ્યાં સુધી તેમના પરિવારજનો ની ખબર ના મળે ત્યાં સુધી રાખવા માટે પણ જણાવ્યું સાથે કાનપુર વિસ્તારમાં તેઓ ક્યાંથી છે.
તે જાણવા માટેનો તેઓએ પ્રયત્ન કર્યો અને તેમના પોતાના ઘર પહોંચાડવા માટેનું વચન પણ આપ્યું સાથે લોકોને અપીલ કરી કે આવા પ્રભુજી ની સહાયતા માટે સોશિયલ મીડિયા આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લોકોનો ઘણો બધો સહયોગ મળી રહ્યો છે અને તમે પણ આ કામમાં સહભાગી બની અમને મદદરૂપ થાવ તેવી હું વિનંતી કરું છું.