માતાજીના નવલો નોરતા સાથે ભાવિ ભક્તો ની આસ્થા વિશ્વાસ અને લાગણીઓ જોડાયેલી છે અને એ વિશ્વાસ એટલે જ ધર્મ અને અધર્મ પથ પર ઘણા લોકો ઘણી માનતાઓ રૂપે માતાજીના સાનિધ્યમાં ચાલીને જતા જોવા મળે છે પરંતુ એક અનોખી શ્રદ્ધા જોવા મળી છે જેમાં 70 વર્ષીય દાદા જેવો.
પોતાના માથા પર નવ દુર્ગાના નવ ગરબા ઉપાડીને આશાપુરા માતાના મઢે ચાલતા જતા જોવામાં આવ્યા હતા એમની સાથે ની વાતચીતમાં એમને જણાવ્યું હતું કે મારું નામ જાડેજા વનરાજસિંહ છે અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના કાકળાબેલા ગામથી આવું છું છેલ્લા 25 વર્ષોથી માતાના મઢે.
હું ચાલતો જાઉં છું પરંતુ છેલ્લા 16 વર્ષથી મને એવો ભાવ થયો કે નવ દુર્ગાના નવ ગરબામાં જવેરા વાવીને હું ઉપાડીને માતાના મઢે દર્શનાર્થે જાઉ મેં ક્યારેય દવા લીધી નથી કે પગે માલિશ પણ કરાવી નથી સાથે માતાના મઢે જતા પોલીસ તંત્ર દ્વારા મને ખૂબ મદદ કરવામાં આવે છે તેઓ.
મારો થાક જોઈને મને લાઈનમાં પણ ઉભો રહેવા દેતા નથી આ ગરબાને હું માતાજીના સાનિધ્યમાં અર્પણ કરું છું એમ કહેતા જાડેજા વનરાજસિંહે પોતાની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાની લાગણીઓ અભિવ્યક્ત કરી હતી દાદા ની ઉંમર અંદાજિત 70 વર્ષ આજુબાજુ જણાતી હતી આટલી.
ઉંમરે પણ તેઓ કોઈ લાકડીનો સહારો લીધા વિના ખુલ્લા હાથે માતાજીનું નામ લેતા ચાલતા થયા હતા વાચક મિત્રો માતાજીની આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ પ્રત્યે આપનો શું અભિપ્રાય છે એ જરૂર કોમેન્ટ થકી જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.