Cli

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં આખરે ચીનની એન્ટ્રી!ઈરાનને સમર્થન જાહેર કરતા વધ્યું વૈશ્વિક તણાવ

Uncategorized

આ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ચીનની એન્ટ્રી: ઈરાનને સમર્થન જાહેર કરતા વધ્યું વૈશ્વિક તણાવયુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ચીન તરફથી એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “ચીન ઈરાનની સાથે છે.” ચીને માંગ કરી છે કે ઈરાનની સાર્વભૌમત્વની રક્ષા થવી જોઈએ અને અમેરિકા-ઈઝરાયેલ અત્યારે જ આ યુદ્ધ બંધ કરે.

શું છે આ સમર્થનના માયના?ચીને પહેલા પણ ઈરાનને સમર્થન આપ્યું છે, પરંતુ આ વખતે સીધી વાતચીત કરીને પોતાનું વલણ બિલકુલ સ્પષ્ટ કરી દીધું છે. નિષ્ણાતોના મતે ચીનનું આ રીતે ખુલ્લેઆમ ઈરાન સાથે ઊભા રહેવું એ અમેરિકાની ‘દાદાગીરી’ સામે મોટો પડકાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની અત્યાર સુધીની નરમ નીતિની ટીકા થઈ રહી હતી, પરંતુ હવે ચીને કડક વલણ અપનાવ્યું છે.

અમેરિકા પર દબાણ વધશે?નિષ્ણાતો જણાવે છે કે ચીન અને રશિયા જેવા મોટા દેશો જો ઈરાન સાથે ઊભા રહે, તો અમેરિકા પર યુદ્ધ રોકવાનું ભારે દબાણ આવશે. ખાસ કરીને આર્થિક દૃષ્ટિએ જોઈએ તો, ઈરાન પરના પ્રતિબંધો છતાં ચીન એકમાત્ર એવો દેશ છે જે ઈરાન પાસેથી કાચું તેલ ખરીદે છે. રશિયા અત્યારે યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત છે, પરંતુ ચીનનું આ સક્રિય વલણ અમેરિકાને વિચારવા મજબૂર કરી શકે છે.શું આ વિશ્વયુદ્ધ તરફના સંકેત છે?ચર્ચા દરમિયાન એક મહત્વનો સવાલ એ ઉઠ્યો કે શું ચીન ખરેખર લશ્કરી રીતે ઈરાનને સાથ આપશે? નિષ્ણાત કરણ સિંહના જણાવ્યા અનુસાર,

“સાથ આપવો” અને “નિવેદન આપવું” એ બે અલગ વસ્તુઓ છે. ચીને હજુ સુધી પોતાનું કોઈ એરક્રાફ્ટ કેરિયર કે સબમરીન ઈરાન તરફ રવાના કરી નથી.તેમણે બ્રિટન અને ફ્રાન્સનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે બ્રિટને અમેરિકાને પોતાના બેઝ વાપરવા આપ્યા, ત્યારે તે ખરા અર્થમાં “સાથે ઉભા રહેવું” કહેવાય. ચીને હજુ સુધી આવો કોઈ લશ્કરી કદમ ઉઠાવ્યો નથી. જો ચીન અને રશિયા ખરેખર મેદાનમાં ઉતરે અને તેમની સબમરીન કે શિપ મૂવ કરે, તો જ વિશ્વયુદ્ધ જેવું વાતાવરણ બની શકે.એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતા?ચર્ચામાં એ વાત પણ સામે આવી કે ઈરાને ચીન પાસેથી જે હથિયારો કે એર ડિફેન્સ સિસ્ટમ (જેમ કે HQ-9) લીધી હતી,

તે ઈઝરાયેલના હુમલા સામે કેટલી અસરકારક રહી? પાકિસ્તાનનું ઉદાહરણ આપતા કહેવાયું કે ચીની હથિયારોની ‘વોર ટેસ્ટિંગ’માં નિષ્ફળતાની ચર્ચાઓ ઘણી જૂની છે. જો ઈરાન પાસે રહેલી સિસ્ટમ કામ નહીં કરે, તો ચીનના માત્ર નિવેદનોથી યુદ્ધનું પરિણામ બદલાશે નહીં.હાલમાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ હોય તેવું લાગે છે, પરંતુ જ્યાં સુધી લશ્કરી હલચલ નહીં થાય ત્યાં સુધી આ માત્ર રાજદ્વારી નિવેદનબાજી બની રહેશે.ચીન અને રશિયાની સબમરીન ક્ષમતારશિયા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સબમરીન છે. જ્યારે આવી સબમરીન સમુદ્રમાં હલચલ કરે છે, ત્યારે આખી દુનિયા ધ્રૂજી ઉઠે છે. ભૂતકાળમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પણ જ્યારે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર ભારત તરફ વધ્યું હતું, ત્યારે રશિયાની સબમરીન હલચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *