ઘણા બધા મંદિરો અને સ્થળો ભારતમાં જોવા મળતા હોય છે જ્યાં લોકોની સમસ્યાનું સમાધાન તરતજ મળી રહેતું હોય છે જ્યોતિષશાસ્ત્રમાં આવી ઘણી બધી વસ્તુઓ છે જેના માટે વૈજ્ઞાનિક પુરાવા નથી પરંતુ કોઈ પણ તેના અસ્થિત્વને અવગણી શકે નહીં આજે આપણે વાત કરી રહ્યા છીએ તે મંદિરેની જ્યાં કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય તો ત્યાં જવાથી આપોઆપ ઝેર ઉતરી જતું હોય છે.
આ પોસ્ટના માધ્યમથી આપણે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતા પરંતુ અહીં વર્ષોથી જે માન્યતા ચાલી આવેછે તે જણાવી રહ્યા છીએ ઉત્તરાખંડમાં દેવભૂમિ કરીને એક સ્થળ આવેલું છે જ્યાં સાપ કરડ્યો હોય અને આ મંદિરમાં જવાથી સાપનું ઝેર ઉતરી જાય છે તેવું આ ગામ લોકોનું માનવું છે.
કહેવાય છેકે સદીઓથી આ ગામમાં નાગની પૂજા કરવામાં આવે છે અહીં આ ગામમાં નાગ દેવતાના આશીર્વાદ છે અહીં ગામના લોકોને ક્યારેય નાગ દેવતા કરડતા નથી તે ગામમાં દરવર્ષે 13 એપ્રિલના રોજ સર્પ દેવની પ્રાર્થના કરવી તે ફરજીયાત છે લોકો આ પ્રાર્થનામાં ભાગ લેવા દૂર દૂરથી આવતા હોય છે.
આ મંદિરમાં બીજી એવી પણ માન્યતા છેકે અહીં નાગદેવતાની સાચા મનથી મનથી માંગેલી દરેક ઈછા પુરી થાય છે આવુજ એક સ્થળ છતીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં પણ આવેલું છે ત્યાં કોઈને સાપ કરડ્યો હોય અને તેઓ આ મંદિરમાં આવે એટલે સાપનું ઝેર આપોઆપ ઉતરી જાય છે.