ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલ અત્યારે એમની પર્શનલ લાઈફને લઈને ચર્ચામાં છે ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાના સમાચાર મીડિયામાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા હતા તેના વચ્ચે ધનશ્રી વર્માએ પણ આ સમાચાર ખોટા ઠેરવતા એક પોસ્ટ મૂકી અને તેણે કહ્યું કે તમે લોકો અફવાઓ પર રોક લગાવી હતી.
બંનેની જોડી તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે ધનશ્રી વર્મા અને ચહલની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે બંનેના બ્રેકઅપ વચ્ચે ચહલ અને ધનશ્રીએ ફરી એકવાર સાથે જોવા મળી રહી છે જેમાં બંને એરપોર્ટ પર હાથ પકડીને જોવા મળી રહ્યા છે બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બંનેને ફરીથી સાથે જોઈને લોકો અલગ અલગ રીતે કમેન્ટ પણ કરી રહ્યા છે કેટલાક કહી રહ્યા છેકે તેમના સંબંધોમાં કંઇક ગરબડ છે ત્યારે કેટલાક કહી રહ્યા છેકે તમે બંને એકસાથે ખૂબ જ સારા લાગો છો ધનશ્રી વર્મા એક ડાન્સર અને મોડલ પણ છે ધનશ્રી એક યુટુવર પણ છે જેમાં તેના 15 લાખથી વધુ સબક્રાઈબ છે.