શહિદ વરુણસિંહનો પાર્થિવ દેહ ભોપાલમાં આવેલ સીટી કોલોની નિવાસસ્થાને લાવવમાં આવ્યો હતો પુરા રસ્તામાં લોકો ભારત માતાકી જય અને વરુણસિંહ અમર રહેના નારા લગાવતા રહ્યા પાર્થિવ દેહ ઘરે આવતાજ શહીદના બહેન અને એમના પત્નીએ શબપેટી પર તિલક કર્યું વરુણસિંહ ની પત્ની ગીતાંજલિ પાર્થિવદેહ પાસે પહોંચ્યા અને ભાવુક થઈ ગઈ.
ગીતાંજલિ નજીક જઈને બોલી પડી વરુણ મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજે ત્યારે વરુણસિંહના માતા વહુના કભા પર હાથ મૂકીને કહ્યું આ મારી બહાદુર પુત્રી છે વીરાંગના છે જયારે વરુણના પિતા કેપિસિંહે શબપેટી ખોલીને છેલ્લી વાર પરિવારને વરુણસિંહનું મોઢું બતાવ્યું તેના બાદ માંએ અગરબત્તી લગાવી અને પુત્રની એરફોર્સ કેપને બાહોમાં લગાવી લીધી.
આ દરમિયાન વરુણની માંએ કહ્યું હતું કેહું એક માતા છું મને એ વાતનું દુઃખ છે ભગવાને મારા પુત્રને આઠ દિવસ સુધી હોસ્પિટલમાં આટલું દુઃખ કેમ આપ્યું મીડિયાથી તેમના માંએ કહ્યું મારો દીકરો આઠ દિવસ પહેલાં કમ ન ગયો અમે દુઃખથી તડપતા રહ્યા.
થયેલ દુર્ઘટનામાં એજ સમયે શહીદ થયો હોત તો સારું હતું મેં હોસ્પિટલમાં એને કહ્યું હતું બેટા તું ચાલ્યો જા અમે તને આઝાદ કરી રહ્યા છીએ તારું દુઃખ જોવાતું નથી મારો પુત્ર ગૌરવપૂર્ણ ગયો આટલી ઈજ્જત પ્રેમ અને સન્માન મળ્યું છે એજ મારી તાકાત છે બેટા.
બેટા તું પોતાની કિસ્મતથી આવ્યો પોતાની કિસ્મતથી જીવન જીવ્યું પોતાની કિસ્મતથી લડ્યો અને પોતાના કિસ્મતથી જતો રહ્યો પરિવારને મળ્યા બાદ શુક્રવારે 11 વાગે ભોપાલના બૈરાગઢમાં આવેલ યથાશક્તિ વિશ્રામ ઘાટમાં ભાઈ અને પુત્ર દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા.