સાઉથ અભિનેતા પ્રભાસ અને બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર સામે આવ્યુંછે આ ફિલ્મના ટ્રેલર થી ખૂબ વિવાદ ઊભો થયો છે ફિલ્મ રામાયણ પર આધારિત છે જેમાં પ્રભુ શ્રીરામ અને રાવણના પાત્ર સાથે છેડછાડ કરવામાં આવીછે આ વિશે રામસાગર ની રામાયણના પાત્ર રામ જેઓ.
એ રામના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી એવા અરુણ ગોવીલ પહેલીવાર આ ફિલ્મ વિશે લોકોની સામે આવ્યા છે એમને પોતાના લાઈવ વીડિયોમાં જણાવ્યું હતું કે રામાયણ મહાભારત શ્રીમદ ભાગવત ગીતા જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના ગ્રંથ છે એ આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે.
આ આપણી સંસ્કૃતિ અને જડ છે સમસ્ત માનવ સભ્યતા એના પર નિર્ભર છે અને આ ધરોહર સાથેની છેડછાડ બિલકુલ યોગ્ય નથી 500 વર્ષના સંઘર્ષ અને રક્ત વહાવ્યા બાદ આપણાને રામમંદિર ના પક્ષમાં નિર્ણય મળ્યો છે અને ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું પ્રભુ શ્રીરામ સાથેની જે આસ્થા વિશ્વાસ અને રૂઢિ છે તે જાળવી રાખવી જોઈએ.
તેમાં કોઈ પણ જાતનો બદલાવ આપણે કરવો ના જોઈએ અને કોઈને કરવા ના દેવો જોઈએ કોઈપણ બીજા ધર્મની પરંપરા માન્યતા માં જો બદલાવ કરવામાં નથી આવતો તો સનાતન ધર્મ સાથે જ છેડછાડ શા માટે કોઈ એક્ટર કોઈ રાઈટર કોઈ ફિલ્મ મેકર અને કોણે અધિકાર આપ્યો કે ધર્મની તે મજાક બનાવે તે ફિલ્મોના નામે.
સનાતન પરંપરા સાથે છેડછાડ કરે અરુણ ગોવિલ એ આ ફિલ્મના પાત્રો ને ખુબ વખોડ્યા હતા અને આ ફિલ્મ પ્રત્યે ખુબ રોષ ઠાલવ્યો હતો
ફિલ્મ આદિ પુરુષ જે રામાયણ પર આધારિત છે જેમાં રાવણ મુઘલ રાજા તૈમુર તાલીબાની જેવો દેખાડાયો છે અને હનુમાનજી ને પણ મુકુટ વિના અલગ જ પ્રકારના દેખાડવામાં આવ્યા છે.
જેનાથી લોકોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે ઘણા બધા ફિલ્મ અભિનેતાઓ પણ ખુલીને આ ફિલ્મ નો વિરોધ કરી રહ્યા છે આ વચ્ચે ફિલ્મ અભિનેતા પ્રભાસ પણ પોતાના ડીરેક્ટર પર ગુસ્સે થતા દેખાયા હતા એ દરમિયાન ફિલ્મ મેકર ને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ જોવું રહ્યું.