તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ સીડીએસ બીપી રાવત એમની પત્ની સહિત 13 લોકો શહિદ થયા જે બાદ પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ પુરા દેશમાં અલગ અલગ જગ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આજે બિપિન રાવત અને એમની પત્નીની અસ્થિ વિશર્જન કરવામાં આવ્યું.
ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપી રાવત અને એમની પત્ની મધુલિકા રાવતની બંને પુત્રી કૃતિકા રાવત અને કારણી રાવત એ ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં માતા પિતાની અસ્થિ વિશર્જન કરી હતી તેના પહેલા બંને પુત્રીએ દિલ્હીના સ્મશાનઘાટ માંથી અસ્થિ વિશર્જન લાવી હતી.
જણાવી દઈએ કે બંને પુત્રીએ બિપિન રાવત અને એમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને અગ્નિદાહ પણ આપ્યો હતો અને અંતિમ ક્રિયાની બધી ક્રિયાઓ બંને દીકરીઓ એ કરી હતી રોયલ ન્યુઝ તરફથી બિપિન રાવત અને મધુલિકા રાવત સહિત અન્ય સૈનિકોને દિલથી શ્રદ્ધાંજલિ.