થોડા દિવસો પહેલા સ્વર્ગસ્થ મણિરાજ બારોટની બંને દીકરીઓના લગ્ન હતા જેના સોસીયલ મીડિયામાં ઘણાબધા ફોટો અને વિડિઓ વાઇરલ થયા હતા જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો જોવા મળ્યા હતા જેવા કે જીગ્નેશ કવિરાજ ગમન સાંથલ માયાભાઈ આહીર રાકેશ બારોટ અને કિંજલ દવે જેવા કલાકારો જોવા મળ્યા હતા.
જેમાં ગુજરાતના અન્ય જાણીતા કલાકારો જોવા મળ્યા હતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા અને લોક ગાયક વિક્રમ ઠાકોર ઉપસ્થિત રહ્યા ન હતા જેઓ પોતાના કોઈ કારણોસર હાજર રહી શક્યાં ન હતા પરંતુ તેઓ ગઈ કાલે મણિરાજની પુત્રી રાજલ બારોટના ઘરે ગયા હતા.
વિક્રમ ઠાકોર રાજલ બારોટના ઘરે જઈને બંને બહેનોને આશીર્વાદ આપ્યા હતા જેના કેટલાક ફોટા રાજલ બારોટે સોસીયલ મીડિયામાં શેર કર્યા હતા જેમાં રાજલ બારોટે લખ્યું હતું કે મારા મોટા ભાઈ વિક્રમભાઈ ઠાકોર બંને બહેનોને આશીર્વાદ આપવા પહોંચ્યા છે અહીં રાજલ બારોટે વિક્મ ઠાકોરનું ચાદર ઓઢાડીને સન્માન કર્યું હતું.