બોલિવૂડ સેલિબ્રિટીઓની અટક ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે તેમની અટક તેમની બ્રાન્ડ જેવી છે ખાન બચ્ચન કપૂર વગેરેની જેમ પરંતુ બોલીવુડની તમામ હસ્તીઓ તેમની અટકને એટલી પસંદ નથી કરતી એવી ઘણી હસ્તીઓ છે જેમણે તેમના નામની પાછળ પોતાની અટક ક્યારેય ના મૂકી કેટલાક સેલેબ્સે વિવિધ જ્યોતિષીય કારણોસર તેમની અટક કાઢી નાખી છે ચાલો તે સેલિબ્રિટીઓના અટક જાણીએ.
સૌ પ્રથમ વાત કરીે તો કાજોલ તેના પિતાનું નામ શોમુ મુખર્જી અને માતા પ્રખ્યાત અભિનેત્રી તનુજા છે તનુજાનું પૂરું નામ તનુજા સમર્થ હતું માતાપિતા વચ્ચેના મતભેદોને કારણે કાજોલે ક્યારેય તેના નામની પાછળ પોતાની અટક મૂકી નથી.
આમ તો તેમની અટક તેમના પિતાના નામે મુખર્જી હોવી જોઈએ તેની બહેન તનિષા મુખર્જી તેના નામ પાછળ અટક મૂકે છે તેમના લગ્નના 16 વર્ષ પછી કાજોલે ફિલ્મ દિલવાલેમાં તેના પતિની અટક દેવગણ તેના નામ સાથે ઉમેરી.
બીજી અભિનેત્રીની વાત કરીએ તો આજે પણ રેખાની ગણતરી બોલીવુડની સૌથી સ્ટાઇલિશ અભિનેતાઓમાં થાય છે રેખા તેના સમયની સૌથી હોટેસ્ટ હિરોઈન હતી પણ તેને લાગ્યું કે તેનું પૂરું નામ તેની ઈમેજ સાથે મેળ ખાતું નથી તેથી તેણે પોતાની જાતને માત્ર રેખાના નામથી જ ઓળખવા માટે સ્વીકાર્યું રેખાનું પૂરું નામ ભાનુરેખા ગણેશન છે.
ત્રીજી અભિનેત્રી તબ્બુની વાત કરીએ તો સદાબહાર અભિનેત્રીનું પૂરું નામ તબ્બશુમ હાશ્મી છે પરંતુ તબ્બુને લાગતું હતું કે તેનું નામ ઘણું મોટું છે તેથી તેણે તેનું નામ તબ્બુ નાનું કર્યું જે નાનું અને સુંદર પણ છે કોમેડી ફિલ્મોમાં ગોવિંદાનો કોઈ મેળ નથી ગોવિંદાને તેના હુલામણા નામ ચીથી બોલાવવાનું પસંદ છે પરંતુ ક્યારેય તેનું પૂરું નામ વાપરયુ નથી બહુ ઓછા લોકો જાણે છે કે ગોવિંદાનું પૂરું નામ ગોવિંદ અરુણ આહુજા છે.
બોની કપૂર સાથે લગ્ન કરીને શ્રીદેવી શ્રીદેવી કપૂર બની ગઈ હશે પણ અટક અયપ્પન હતી શ્રીદેવીનું પૂરું નામ એક સમયે શ્રી અમ્મા યાંગર અયપ્પન હતું આ છે બોલિવૂડ સેલિબ્રિટીઓની અટક ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા અભિનેતાઓ પણ તેમના નામ પાછળ ક્યારેય અટક નથી રાખતા પરંતુ તેમના બાળકો અટકનો ઉપયોગ કરે છે ધર્મેન્દ્રની અટક દેઓલ અને જીતેન્દ્રની કપૂર છે.