ક્યારેક વર્ષોની મહેનત બાદ પણ સફળતા નથી મળતી અને ક્યારેક માત્ર ૫મિનિટના કામથી પણ સફળતા મળવા લાગતી હોય છે. આ વાત તો તમે સાંભળી જ હશે અને એમાં પણ વાત જો બોલીવુડ કલાકારોની હોય તો તો આ વાત અનેકવાર સાચી પડતી જોવા મળે છે. ક્યારેક કોઈ કલાકારને ૧૦ ફિલ્મોમાં કામ કરવા છતાં સફળતા નથી મળતી અને ક્યારેક એ જ કલાકારને માત્ર ૫ મિનિટ અભિનય કરવાથી સફળતા મળી જતી હોય છે.
હાલમાં આવું જ કંઈ બોલીવુડના જાણીતા કલાકાર બોબી દેઓલ સાથે થયું છે. અભિનેતા બોબી દેઓલ જે પાછલા કેટલાય વર્ષથી નિષ્ફળતાને કારણે ફિલ્મોથી ગાયબ જોવા મળી રહ્યા હતા. તે હાલમાં માત્ર એક ફિલ્મને કારણે એટલા ચર્ચામાં આવી ગયા છે કે તેમની પાસે હાલમાં ૬ ફિલ્મોની લાઈન લાગી ગઈ છે.અભિનેતા બોબી દેઓલને સફળ બનાવનાર આ ફિલ્મ છે એનિમલ. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એનિમલમાં માત્ર ૧૫ મિનિટનો વિલનનો રોલ કરી અભિનેતાએ લોકોનું તેમજ ડાયરેક્ટ અને પ્રોડ્યુસરનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
આ જ કારણ છે કે હાલમાં તેમની પર ૩૦૦૦ કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં બોબી દેઓલ કુલ ૬ ફિલ્મ અને એક વેબ સિરીઝ છે. જેનું કુલ રોકાણ ૩૦૦૦ હજાર કરોડ છે. સૌથી પહેલા વાત કરીએ વેબ સિરીઝ વિશે તો બોબી જે આશ્રમ નામની વેબ સિરીઝમાં પાછલા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે તે જ વેબ સિરીઝની આવનારી સીઝનમાં પણ તેઓ જોવા મળવાના છે. વાત કરીએ ફિલ્મ વિશે તો બોબી આવનારા સમયમાં કૌઆ નામની તેલગુ ફિલ્મમાં જોવા મળવાના છે. આ ઉપરાંત તે પવન કલ્યાણ ની ફિલ્મ હરી હરા વીરા મલ્લુ નામની ફિલ્મમાં સેકન્ડ લીડ રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે.
આ ઉપરાંત તેઓ શ્લોક ધ દેશી શાર્લોક નામની ફિલ્મમાં પણ જોવા મળવાના છે. આ ફિલ્મની ચર્ચા પાછલા કેટલાય સમયથી ચાલી રહી છે. જો કે આ ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી સામે આવી નથી. આ સિવાય ફિલ્મ અપને – ૨ પણ આવવાની સંભાવના છે. જો કે હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં આવી નથી.