ઘણા બધા લોકો સામાન્ય જીવનમાં અનોખા શોખ ધરાવતા જોવા મળે છે અને અનોખી સ્ટાઇલથી તેઓ પોતાની ઓળખ પણ પ્રાપ્ત કરતા જોવા મળે છે એવા જ ગુજરાતી ફેમસ વ્યક્તિ વિશે વાત કરીશું જેમને આજે દેશભરમાં પોતાની દાઢી મુછો ના કારણે અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે જ્યાં લોકો તેમની સાથે.
એક મુલાકાત લેવા આતુર રહે છે જુનાગઢ ના ભેસાણંમા માલધારી નામની ચા ની હોટલ ચલાવતા ભાવેશ ભરવાડ ને જોઈ હર કોઈ હેરાન રહી જાય છે તેમની 18 ઈચં ની દાઢી અને 8 ઈચંની મુછો આકર્ષક નુ કેન્દ્ર બન્યું છે તેમને પોતાની શાનદાર પ્રશનાલીટી થી દેશભરમાં ઓળખાણ મળી છે તેમને જણાવ્યું.
હતું કે આજે આ દાઢી ના કારણે ગોવા મુંબઈ રાજસ્થાન દિલ્હી જેવા શહેરો માં મને ઓળખાણ મળી છે ભાવેશ ભરવાડે પોતાની આ દાઢી મુછો થી બે વાર નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે રાજસ્થાન માં અને બિકાનેર માં આયોજીત બિયર્ડ કોમ્પીટેશન માં દેશભરમાં થી અલગ અલગ રાજ્યો ના 50 સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં ભાવેશ ભરવાડે.
પોતાની આકંડાવારી મુછો થી પ્રથમ નંબરે એવોર્ડ મેળવીને ગુજરાત નો ડંકો વગાડ્યો હતો ભાવેશભાઈ ને અલગ અલગ રાજ્યો માંથી મોડેલિંગ માટે બોલાવવામાં આવે છે કોઈ શો રુમ ના ઉદઘાટન અને કોઈ ઓપનીગ માં તેમને મોકો આપવામાં આવે છે તેઓ આજે પણ માલધારી ચા ની હોટલ ચલાવી ને પોતાના પરિવાર નું ગુજરાન કરે છે .
ભાવેશ ભરવાડ જણાવ્યું હતું કે પહેલા તે ચાર પાંચ ઇંચની દાઢી રાખતો હતો ત્યારબાદ છેલ્લા બે વર્ષોથી તેને દાઢી વધારવાની શરૂ કરી અને તે ઘરમાં હોય ત્યારે તે દાઢીને બાંધીને રાખે છે જેનાથી તેમાં ધૂળ અને કચરો ના જાય સાથે તે રોજ શેમ્પુ વડે દાઢીને ધોવે છે જેનાથી તેની સલામતી અકબંધ રહે તેને જણાવ્યું કે મોડેલિંગ માટે પણ હવે ઓફરો મળવા લાગી.